પેટ્રોલ પંપ પર 2,000 રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર 5 રૂપિયાનો MDR ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા માટે પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિયેશને સરકાર પાસે માંગ કરી છે. ડીલર્સનું કહેવું છે કે તેમનું માર્જિન પહેલેથી નક્કી હોય છે, તેથી આ વધારાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ છે. નાણાકીય સેવા વિભાગ આ માંગની સમીક્ષા કરી શકે છે, જ્યારે પેટ્રોલિયમ મંત્રાલયે પણ આ માંગને નાણા મંત્રાલય સુધી પહોંચાડી છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ડીલર્સની આ માંગ પર સરકાર વિચાર કરી શકે છે. મળતી માહિતી મુજબ નાણાકીય સેવા વિભાગ એટલે કે DFS પેટ્રોલ પંપોને MDRમાંથી રાહત આપવાની માંગની તપાસ કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે પણ ડીલર્સની માંગ નાણા મંત્રાલય સુધી પહોંચાડી છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નિર્ણય લેતા પહેલાં આ મુદ્દે ઉચ્ચ સ્તરે પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાણા અને પેટ્રોલિયમ મંત્રાલય તરફથી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
પેટ્રોલ પંપ ડીલર્સ MDRમાંથી છૂટ કેમ માંગે છે?
ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને પેટ્રોલ પંપોને UPI MDRમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની માંગ કરી છે. એસોસિયેશનના પ્રમુખ અજય બંસલે 16 સપ્ટેમ્બરે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આ મામલે સરકારને હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.
ડીલર્સનું કહેવું છે કે પેટ્રોલ પંપનું માર્જિન ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. આ માર્જિન મુખ્યત્વે વેચાયેલા પેટ્રોલ અથવા ડીઝલના જથ્થાના આધારે મળે છે, ગ્રાહકે કેટલી રકમ ચૂકવી તેના આધારે નહીં. આવી સ્થિતિમાં 5 રૂપિયાનો MDR ચાર્જ પેટ્રોલ પંપની કમાણી પર સીધી અસર કરી શકે છે.
ડીલર્સના જણાવ્યા મુજબ તેઓ આ ચાર્જ ગ્રાહકો પાસેથી અલગથી લઈ શકતા નથી. બીજી તરફ જો તેઓ પોતે MDR ચૂકવે તો તેમનું પહેલેથી નક્કી માર્જિન વધુ ઘટી જશે. તેથી એસોસિયેશને પેટ્રોલ પંપોને ટકાવારીના આધારે લાગતા MDR અને નક્કી રકમના ચાર્જ બંનેમાંથી રાહત આપવાની માંગ કરી છે.
પેટ્રોલિયમ મંત્રાલયે પણ આ માંગને નાણા મંત્રાલય સુધી પહોંચાડી
હાલ સરકાર ડીલર્સની માંગની સમીક્ષા કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે પણ આ માંગ નાણા મંત્રાલય સુધી પહોંચાડી છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હવે આ મામલે સરકાર શું પગલું લે છે અને સત્તાવાર નિર્ણય શું આવે છે તેના પર સૌની નજર રહેશે.