અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફ બાદ મોદી સરકારે GSTમાં ઘટાડાની જાહેરાત કરી છે. 15મી ઓગષ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી જનતાને સંબોધતા નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ જનતાને રાહત થશે. અને વેપારમાં પણ સરળતા મળશે. આ નિર્ણય અધિકારીઓ અને અન્ય રાજ્ય સરકારો માટે આશ્ચર્યજનક માનવામાં આવે છે.

મોંઘવારીનો ભાર ઓછો કરાશેઃ પીએમ મોદી

મોદી સરકાર હવે મોટા પરિવર્તન કરી રહી છે. સામાન અને સેવાઓ પર લગાવવામાં આવેલા ટેક્સ હવે પહેલા કરતા ઓછા હશે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે, આ સરળતાથી જનતા પર મોંઘવારીનો ભાર ઓછો થશે. અને બજારમાં ખરીદ-વેચાણ સરળ બનશે. પીએમ મોદીએ એ પણ જણાવ્યુ હતુ કે, જુના કાયદાઓ હટાવવામાં આવશે. જેના કારણે વેપારીઓ સરળતાથી કામ કરી શકશે. વર્તમાન સમયમાં જે પ્રકારના કાયદાઓ છે તેને જોતા વેપાર કરવામાં મુશ્કેલીઓ આવે છે. વિવિધ કાયદા, દસ્તાવેજ, પરમિટ અને સરકારી મંજૂરીની જરુર પડે છે. જેના કારણે કામ લંબાય છે. અને પ્રોજેક્ટ કામ શરુ થાય તે પહેલા જ અટકી જાય છે. વિદેશી રોકાણકારો પણ વેપાર કરતા પહેલા વિચારે છે. સરકારે બે મોટી કમિટીઓ બનાવી છે. જે નિયમોને સરળ બનાવશે અને વિક્ષેપ પેદા કરનાર મુદ્દાઓનું નિવારણ લાવશે. એક કમિટીની અધ્યક્ષતા કેબિનેટ સચિવ ટીવી સોમનાથન કરી રહ્યા છે. જે રાજ્ય સ્તર પર થઇ રહેલા બદલાવનું કામ કરશે. બીજી કમિટી નીતિ આયોગના રાજીવ ગૌબાના નેતૃત્ત્વમાં તૈયાર કરાઇ છે.

કેન્દ્ર સરકારના મહત્ત્વના પગલાં

સરકાર GSTના ચાર ટેક્સ સ્લૈબને બેમાં બદલવા માગે છે. હમણા 5%, 12%, 18% અને 28%ના દર શરુ છે. નવા પ્રસ્તાવ મુજબ 5% અને 18% તથા જરુરી સામાન પર 5% ટેક્સ લગાવવામાં આવશે. દેશમાં આર્થિક સ્થિતિ યોગ્ય માનવામાં આવી રહી છે. બેંકની સ્થિતિ મજબૂત છે. અને આંતરરાષ્ટ્રી એજન્સી S&Pએ પણ ભારતની સ્થિતિને સુદ્રઢ ગણાવી છે. નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે, ભારત પાસે યોગ્ય તક છે કે તે લાંબા સમયથી ટાળવામાં આવ રહેલા સુધારાઓ જલદી જ લાગૂ કરે. તો આ તરફ, અર્થશાસ્ત્રી જણાવે છે કે, ભારત અમેરિકાના ટેરિફનો સામનો કરીને દુનિયાને દર્શાવી રહ્યુ છે કે, વેપાર કરવો હવે પહેલા કરતા સરળ છે.