દેશના લાખો ખેડૂતો માટે આજે એક ખુશીના સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) અંતર્ગત જેમણે 2024-25ની રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી હતી, તેમનાં ખાતામાં આજે હપ્તો ટ્રાન્સફર થવાનો છે.
આજે હપ્તો ટ્રાન્સફર થશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ આ હપ્તો આજે રિલીઝ કરશે
યોજના કેવી રીતે ખેડૂતોને લાભ આપે છે?
2023માં રવિ પાક માટે 21.55 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો અને સરકાર દ્વારા કુલ 4,63,021 લાખનો ક્લેમ ચુકવવામાં આવ્યો હતો. 2024માં આ યોજનામાં 5.27 કરોડથી વધુ ખેડૂતો જોડાયા છે. જેમના પાકોને નુકસાન થયું છે અને જેમણે ક્લેમ કર્યો છે, તેવા તમામ ખેડૂતોને આજે પૈસા મળવાના છે.
પૈસા મળશે સીધા ખાતામાં
જો તમે ક્લેમ કર્યો છે અને મંજૂર થયો છે, તો તમારું પૈસા આધાર સાથે જોડાયેલ તમારા બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) મારફતે મોકલાશે. અને તેના વિશે માહિતી તમારા મોબાઈલ પર SMS દ્વારા પણ મળશે.
પૈસા ન મળ્યા હોય તો શું કરવું?
જો પૈસા તમારા ખાતામાં આવ્યા નથી, તો ચિંતા કરવી નહીં આ માટે હેલ્પલાઇન નંબર: 14447 પર સંપર્ક કરો ઉપરાંત ફાર્મર એપ પર તમે તમારું ક્લેમ સ્ટેટસ ચેક કરી શકો છો તથા Whatsapp ચેટબોટ: 7065514447 પર મેસેજ મોકલી માહિતી મેળવો
ખરીફ પાક માટે હજુ પણ સમય છે!
જેમણે લોન નહીં લીધી હોય તેવા ખેડૂતો માટે છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે. જેમણે લોન લીધી છે, તેઓ માટે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. પાકનો સમયસર વીમો કરાવવાથી કુદરતી આફતો અથવા અન્ય નુકસાનની સ્થિતિમાં તમારા નુકસાનીની ભરપાઈ મળવી સહેલી બને છે.
સમયસર નોંધણી અને ક્લેમ પ્રક્રિયા પૂર્ણ કરો
ખેડૂતો માટે PMFBY એક એવી યોજના છે, જે તેમને ભવિષ્યની અનિશ્ચિતતાઓથી રક્ષણ આપે છે. સરકારે રૂપરેખા નક્કી કરી છે કે દરેક હકદાર ખેડૂત સુધી સહાય પહોંચે. હવે ખેડૂતો માટે જરૂર છે કે સમયસર નોંધણી અને ક્લેમ પ્રક્રિયા પૂર્ણ કરે અને પોતાની મહેનતના ફળને સુરક્ષિત બનાવો













