કેન્દ્ર સરકારે ઈન્કમટેક્સ નિયમ, 2026 હેઠળ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે ખાતું ખોલવું, જમા કરાવવું, પૈસા ઉપાડવા અને ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરવા માટે પાનકાર્ડ આપવું ફરજિયાત બનશે. આ પગલાંનો મુખ્ય હેતુ નાના બચત સાધનોને ટેક્સ સિસ્ટમ સાથે જોડવાનો અને મોટા લેવડદેવડ પર નજર રાખવાનો છે.
મોટાભાગના ટ્રાન્ઝેક્શન ટેક્સ રેકોર્ડનો ભાગ બનશે
નવા નિયમો હેઠળ નિયમ 159 160 161 211 237 લાગુ કરવામાં આવ્યા છે, જે ફાઈનાન્સિયલ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે પોસ્ટ ઓફિસમાં થતા મોટાભાગના ટ્રાન્ઝેક્શન ટેક્સ રેકોર્ડનો ભાગ બનશે. જે લોકો પાસે પાનકાર્ડ નથી, તેઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે તેમને ફોર્મ 97 ભરવું પડશે, જે જૂના ફોર્મ 60ને બદલે લાગુ કરવામાં આવ્યું છે. તેમાં ઓળખ, સરનામું અને ટ્રાન્ઝેક્શન સંબંધિત વિગતો આપવી પડશે.
