ભારતીય રેલવે ઈતિહાસ રચી ચૂક્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક એવો વિડીયો શેર કર્યો છે જે જોઈને દરેક ભારતીયને ગર્વ પણ થશે અને આશ્ચર્ય પણ લાગશે. આ વિડીયોમાં એક એવી ટ્રેન દેખાઈ રહી છે, જે શરૂ તો થાય છે, પરંતુ તેનો છેલ્લો ભાગ નજરે નથી આવતો. આ છે ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત્ર’, જેનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
4.5 કિમી લાંબી ટ્રેન, 354 ડબ્બા અને 7 એન્જિન
રુદ્રાસ્ત્ર ટ્રેનમાં કુલ 354 વેગન્સ (ડબ્બાઓ) અને 7 એન્જિનો છે. તેની કુલ લંબાઈ 4.5 કિલોમીટર જેટલી છે. પૂર્વ મધ્ય રેલવેના ડીડીયૂ મંડળમાં આવેલા ગંજખ્વાજા સ્ટેશનથી ગઢવા રોડ સ્ટેશન સુધીનો તેનો ટ્રાયલ થયો હતો. વિડીયોમાં ટ્રેનની શરૂઆત દેખાય છે, પરંતુ તેની લંબાઈ એટલી છે કે છેલ્લો ભાગ દેખાતો જ નથી.
“સુપર વાસુકી” ઓળખાતી હતી
આ પહેલાં, ભારતની સૌથી લાંબી માલગાડી તરીકે “સુપર વાસુકી” ઓળખાતી હતી, જેમાં 295 વેગન્સ હતા અને તેની લંબાઈ 3.5 કિમી હતી. તેની સાથે "શેષનાગ" પણ ભારતીય રેલવેની પ્રસિદ્ધ લાંબી માલગાડીઓમાંની એક છે.
200 કિમીનું અંતર 5 કલાકમાં કાપ્યું
રૂદ્રાસ્ત્ર ટ્રેને લગભગ 200 કિલોમીટરની દૂરી 5 કલાકમાં, એટલે કે આશરે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે કાપી. ટ્રેનના રેકને છ ખાલી BOXN રેકને જોડીને તૈયાર કરવામાં આવ્યો છે. રેલવેના અધિકારીઓનું માનવું છે કે આ ટ્રેનથી માલસામાનને વધારે ઝડપી, સમય સાચવી મોકલાશે. લાંબી ટ્રેનો વધુ સામાન એકસાથે લઈ જઈ શકે છે
વિશ્વની સૌથી લાંબી માલગાડી – ઑસ્ટ્રેલિયાનો રેકોર્ડ
વિશ્વમાં અત્યાર સુધીની સૌથી લાંબી માલગાડીનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાની BHP કંપનીના નામે છે. આ ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનની લંબાઈ 7.5 કિમી છે. તેમાં 682 ડબ્બા છે અને તેને ખેંચવા માટે 8 એન્જિનો લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનનો ઉપયોગ મુખ્યત્વે ખનિજ ઐસ્ક (ore)ના પરિવહન માટે થાય છે.
ભારતીય રેલવે એક નવી ઊંચાઈએ પહોંચી ગયું
'રુદ્રાસ્ત્ર' ટ્રેન સાથે ભારતીય રેલવે એક નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. આ પ્રકારની ટ્રેનો ન માત્ર માલ ઝડપી અને અસરકારક મોકલશે પરંતુ રેલવેના નફા અને ક્ષમતા બંનેમાં વધારો કરશે. ભારતની ઇજનેરી શક્તિ અને આયોજન ક્ષમતા આજે સમગ્ર વિશ્વના મંચ પર ગૌરવ પામી રહી છે.