ભારતનું સૌથી મોટું બિઝનેસ ગૃપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઈરાનમાંથી ક્રૂડ ઓઈલ ખરીદવા અંગે મોટી સ્પષ્ટતા કરી છે. કેટલાક અહેવાલોમાં માહિતી સામે આવી હતી કે કંપનીએ ઈરાનની નેશનલ ઓઈલ કંપનીથી 50 લાખ બેરલ કાચું તેલ ખરીદ્યું છે. રિપોર્ટમાં વધુ જણાવાયું હતું કે આ તેલ બ્રેન્ટ ફ્યુચર્સના ભાવ કરતા વધુ કિંમતે ખરીદવામાં આવ્યું હતું અને અમેરિકાની કેટલીક સમયગાળા માટેની છૂટછાટ આ ડીલને મંજૂરી આપી હતી.
રિલાયન્સે તમામ દાવા ફગાવ્યા
જોકે રિલાયન્સે સ્પષ્ટ કરી દીધું કે આ તમામ દાવાઓ ખોટા છે. કંપનીએ જણાવ્યું કે ઈરાનથી તેલ ખરીદવાની કોઈ પણ ડીલ માટે તેમના પાસેથી કોઈ પુષ્ટિ નથી મળી. રિલાયન્સે અપીલ કરી છે કે કોઈ અહેવાલ છાપતા પહેલા હકીકત અને તથ્યોની સંપૂર્ણ તપાસ કરે. કંપનીના નિવેદન મુજબ, આ લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને બજારમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે.
