ભારતીય રિઝર્વ બેંકની એમપીસી બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઇ ગર્વનર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરે શરૂ થયેલી બેઠકમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો વિશે જાણકારી આપતા જણાવ્યુ કે રેપો રેટમાં આ વખતે કોઇ પણ બદલાવ કરવામાં નથી આવ્યો. 

આ વર્ષે ત્રણ વખત કરાયો છે ઘટાડો

ભારતીય રિઝર્વ બેંકની એમપીસી બેઠકના પરિણામ આવી ગયા છે. RBI ગર્વનર સંજય મલ્હોત્રાએ 29 સપ્ટેમ્બરે શરૂ થયેલી બેઠકમાં લેવામાં આવેલા તમામ નિર્ણયો વિશે જાણકારી આપતા જણાવ્યુ કે, રેપો રેટમાં આ વખતે કોઇ પણ બદલાવ કરવામાં નથી આવ્યો. એટલે કે લોનની EMI પર પણ કોઇ અસર નહીં થાય. ઓગસ્ટ બાદ હવે ઓક્ટોમ્બરમાં પણ વ્યાજ દરોને 5.5 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ પહેલાં આ વર્ષે અત્યાર સુધીમાં રેપો રેટમાં ત્રણ વખત ઘટાડો કરતા 100 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે.

રેપો રેટ યથાવત રખાયો

આરબીઆઇ ગર્વનર સંજય મલ્હોત્રાએ એમપીસી બેઠકના પરિણામનુ એલાન કરતા સૌથી પહેલા દેશવાસીઓને દશેરા અને ગાંધી જંયતિની શુભકામનાઓ આપી, અને કહ્યુ કે ભારતીય ઇકોનોમી મજબૂત બની છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ પ્રભાવશાળી રહી હતી. રેપો રેટ સ્થિર રાખીને, કેન્દ્રીય બેંકે SDF દર 5.25% અને MSF દર 5.75% પર જાળવી રાખ્યો છે.

આ વર્ષે ત્રણ વખત રેપો રેટ ઘટ્યો

રેપો રેટમાં આ વખતે 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો થવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ, પરંતુ આરબીઆઇએ તેને યથાવત રાખ્યો છે. આ વર્ષે 2025નાં કેન્દ્રીય બેંક દ્વારા કરવામાં આવેલી આ ચોથો ઘટાડો છે. રેપો રેટમાં અગાઉ ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનની બેઠકોમાં, તેને 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.50% થી 5.50% કરવામાં આવ્યો હતો.