મંગળવારે શેરબજારમાં ઘટાડાનો દોર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 10.25 પોઇન્ટના ઘટાડા સાથ 82,149 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 16.55 પોઇન્ટના ઘટાડા સાથે 25,185 અંકે બંધ થયો.
શેરબજાર લાલ નિશાને બંધ
મંગળવારે મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે ભારતીય શેરબજાર સ્થિર ખુલ્યા. ઓટો શેરોમાં ખરીદીએ બજારને ટેકો આપ્યો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ સુધારો થયો. જોકે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા H-1B વિઝા નિયમોમાં ફેરફારને કારણે રોકાણકારો સાવચેત રહ્યા. રોકાણકારો અમેરિકા સાથે વેપાર સોદાની ચર્ચા કરવા માટે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલની અમેરિકા મુલાકાત પર પણ નજર રાખી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 50 ટકા ટેરિફ લાદ્યા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે.
લાલ નિશાનમાં શેરબજાર ખૂલ્યું
30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ સવારે 9.30 કલાકે 91.92 પોઇન્ટના ઘટાડા સાથે 82,068 અંકે ખૂલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 પણ લગભગ 31.50 પોઈન્ટ અથવા ૦.12 ટકા ઘટીને 25,171 પર ખુલ્યો.
વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ?
મંગળવારે વોલ સ્ટ્રીટ પર ટેક શેરોમાં મજબૂતાઈને કારણે એશિયન બજારો વધ્યા હતા. નવીનતમ અપડેટ્સ અનુસાર, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.99 ટકા વધ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો. જોકે, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.32 ટકા ઘટ્યો હતો.
યુએસ શેરબજારોમાં મજબૂત ટ્રેડિંગનો અંત આવ્યો. Nvidia દ્વારા OpenAI માં $100 બિલિયન સુધીનું રોકાણ કરવાની જાહેરાત બાદ આ મજબૂતાઈ આવી. Nasdaq Composite Index 0.7 ટકા વધ્યો હતો, S&P 500 0.44 ટકા ઘટીને બંધ થયો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.14 ટકા વધ્યો હતો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices