ટાટા ટ્રસ્ટ વિવાદની વચ્ચે ટીવીએસ મોટર કંપનીના માનદ ચેરમેન અને ઘણા ટાટા ટ્રસ્ટોમાં સીનિયર ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસને રાજીનામું આપી દીધું છે. તેમને બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ સંસ્થામાંથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી મુજબ પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રી દ્વારા કેટલાક ટ્રસ્ટીઓની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યો હતો, ત્યારબાદ આ મોટા રાજીનામાના સમાચાર સામે આવ્યા છે.
ટ્રસ્ટી બનવા માટે આ યોગ્યતા જરૂરી
મેહલી મિસ્ત્રીએ બે ટાટા ટ્રસ્ટીઓની યોગ્યા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, તેમાં એક વેણુ શ્રીનિવાસન હતા અને બીજા પૂર્વ આઈએએસ અધિકારી વિજયસિંહ હતા. મળતી માહિતી મુજબ શ્રીનિવાસને પોતાનું રાજીનામું અન્ય વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે આપ્યું હોવાનું જણાવ્યું છે. વેણુ શ્રીનિવાસનનું રાજીનામું એ ટાટા ટ્રસ્ટ વિવાદ સાથે જોડાયેલું છે, જેમાં મેહલી મિસ્ત્રીએ ટ્રસ્ટના 1923ના ડોક્યુમેન્ટસમાં સામેલ જોગવાઈનો હવાલો આપ્યો, તેમાં ટાટા ટ્રસ્ટીઓનું પારસી હોવું અને મુંબઈનું રહેવાસી હોવું જરૂરી છે. તેમને મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને આ મામલે સત્તાવાર તપાસની માગ કરતા તર્ક આપ્યો હતો કે શ્રીનિવાસન અને વિજયસિંહ બંને આ શરતોને પૂર્ણ કરતા નથી, તેથી તેમને બોર્ડમાં નિયુક્ત ના કરવામાં આવવા જોઈતા હતા.
