હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. 10 સપ્ટેમ્બર 2025એ બેંગ્લુરૂમાં HALએ ઈસરો, ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથરાઈઝેશન સેન્ટર અને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની સાથે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)ની ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.


રોકેટ સસ્તું, ફાસ્ટ અને જરૂરિયાત મુજબ લોન્ચ કરવામાં સક્ષમ

આ કરાર ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વધારવા અને નાના ઉપગ્રહો માટે સસ્તી લોન્ચ સેવાઓ પ્રદાન કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. તમને જણાવી દઈએ કે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ ઈસરો દ્વારા વિકસિત ત્રણ ચરણ વાળું રોકેટ છે, જે 500 કિલોગ્રામથી ઓછા વજનવાળા નાના ઉપગ્રહોને પૃથ્વીની નીચલી કક્ષામાં લોન્ચ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ રોકેટ સસ્તું, ફાસ્ટ અને જરૂરિયાત મુજબ લોન્ચ કરવામાં સક્ષમ છે. SSLV નાના ઉપગ્રહો, સંદેશાવ્યવહાર, અર્થ ઓબ્ઝરર્વેશન અને નેવિગેશન માટે ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવા માટે આદર્શ છે.

HAL ના માત્ર SSLV રોકેટ બનાવશે તેને બજારમાં પણ વેચશે

તેની ખાસિયત એ છે કે તેને ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી શકે છે, જે વૈશ્વિક બજારમાં નાના ઉપગ્રહોની વધતી માગને પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ કરાર પર HALના સીઈઓ, ઈસરોના VSSCના નિર્દેશક, NSILના ચેરમેન અને IN-SPACeના ટેક્નોલોજી નિર્દેશકે હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન HALના ચેરમેન, ઈસરોના ચેરમેન, IN-SPACeના ચેરમેન આ દરમિયાન હાજર હતા. HALને SSLVની ટેક્નોલોજીનું લાઈસન્સ મળશે, તેમાં રોકેટની ડિઝાઈન, નિર્માણ, ગુણવત્તા, ઈન્ટીગ્રેશન, લોન્ચ સંચાલન અને ઉડાન બાદના વિશ્લેષણની જાણકારી સામેલ છે. આગામી 10 વર્ષ સુધી HAL સ્વતંત્ર રીતે SSLVનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરશે. જે ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોની માગને પૂર્ણ કરશે. HAL ના માત્ર SSLV રોકેટ બનાવશે પણ તેને બજારમાં પણ વેચશે અને લોન્ચિંગ સેવાઓ પણ પ્રદાન કરશે. આ પ્રથમવખત છે કે જ્યારે ભારતે કોઈ રોકેટની પુરી ટેક્નોલોજી ખાનગી કંપનીને સોંપી છે. 

  • Follow us on: