અમેરિકી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. મહારાષ્ટ્રના મુંબઇમાં ટેસ્લાનો પહેલો શો રૂમ ખૂલ્યો છે. મહારાષ્ટ્રની સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આ શો રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે આવો જાણીએ કઇ કાર ટેસ્લાએ ભારતમાં લોન્ચ કરી છે. શું કિંમત છે તેની અને તેના ફીચર્સ શું છે.

સીએમ ફડણવીસે કર્યુ ઉદ્ઘાટન 

શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટેની અમારી નીતિ સારી છે. આ ઉપરાંત અમે ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ એક સારી શરૂઆત છે. અમે ભારતમાં સંશોધન અને વિકાસ (R&D) ઉત્પાદન જોવા માંગીએ છીએ. તેમણે કહ્યું, મને ખાતરી છે કે ટેસ્લા યોગ્ય સમયે આ વિશે વિચારશે.

શું છે કિંમત ?

કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પર કારની કિંમતનો ખુલાસો કરી દીધો છે.કંપનીએ Model Yની પ્રાથમિક કિંમત 59.89 લાખ રૂપિયા નક્કી કરી છે. આ કારને રિયલ વ્હિલ ડ્રાઇવ અને લોન્ગ રેંજ વેરિએન્ટની સાથે માર્કેટમાં ઉતારી છે.

કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર મુંબઈ, દિલ્હી અને ગુરુગ્રામ માટે મોડેલ Y નું બુકિંગ શરૂ થઈ ગયું છે. મુંબઈમાં તેના એન્ટ્રી લેવલ મોડેલ રીઅર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 61,07,190 રૂપિયા હશે, જેમાં 2,92,818 રૂપિયા GSTનો સમાવેશ થાય છે. જ્યારે તેના લોંગ રેન્જ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 69,15,190 રૂપિયા હશે, જેમાં 3,30,913 રૂપિયા GSTનો સમાવેશ થાય છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, ગ્રાહકોએ ફુલ-સેલ્ફ ડ્રાઇવિંગ (FSD) વેરિઅન્ટ માટે અલગથી 6 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

ટેસ્લા મોડેલ Y કેવું છે:

  • ટેસ્લા મોડેલ Y નું રીઅર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ ભારતીય બજારમાં બે અલગ અલગ બેટરી પેક (60 kWh અને મોટા 75 kWh બેટરી પેક) સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે.
  • તેના RWD વેરિઅન્ટમાં એક જ ઇલેક્ટ્રિક મોટર છે જે લગભગ 295 hp પાવર જનરેટ કરે છે.
  • આ ઉપરાંત 60 kWh બેટરી એક જ ચાર્જ પર 500 કિમી (WLTP પ્રમાણિત) ની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
  • જ્યારે લાંબા રેન્જ વેરિઅન્ટ 622 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

શું હશે કારના ફીચર્સ ?

  • ભારતમાં કુલ 7 અલગ અલગ કલર ઓપ્શનમાં આ કાર ઉપલબ્ધ હશે.
  • આ કારમાં 15.4-ઇંચ ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે (આગળ)
  • 8-ઇંચ રીઅર સ્ક્રીન
  • પાવર-એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ અને સ્ટીયરિંગ કોલમ
  •  ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ
  • 19-ઇંચ ક્રોસફ્લો વ્હીલ્સ
  • ફિક્સ્ડ ગ્લાસ રૂફ અને પાવર રીઅર લિફ્ટગેટ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

સ્પીડ અને ચાર્જિંગ

કંપનીનો દાવો છે કે રીઅર વ્હીલ ડ્રાઇવ વર્ઝન 5.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ગતિ પકડી શકે છે જ્યારે લાંબા અંતરના વર્ઝનને સમાન અંતર કાપવામાં 5.6 સેકન્ડ લાગે છે. આ કારની બેટરી સુપરચાર્જરથી માત્ર 15 મિનિટમાં ચાર્જ થશે. તમને લગભગ 238 કિમીથી 267 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળશે.

અન્ય દેશોમાં આ મોડલની શું છે કિંમત ?

અમેરિકામાં ટેસ્લા મોડેલ Y ની કિંમત $44,990 એટલે કે લગભગ રૂ. 38.63 લાખ રૂપિયા છે.

 ચીનમાં 263,500 યુઆન (લગભગ રૂ. 31.57 લાખ રૂપિયા છે.

ર્મનીમાં 45,970 યુરો એટલે કે લગભગ રૂ. 46.09 લાખ રપિયા છે.

ભારતીય બજારમાં તેની શરૂઆતની કિંમત લગભગ રૂ. 60 લાખ છે.