અમેરિકી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાએ આખરે ભારતમાં પોતાનું પોપ્યુલર મોડલ Yની ડિલીવરી શરી કરી દીધી છે. હાલમાં જ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે હમણા જ કાર ખરીદી. હવે ઉદ્યોગ જગતમાંથી આઇનોક્સ ગ્રુપના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈનએ ટેસ્લા કાર ખરીદી છે.

ટેસ્લા ખરીદનાર પહેલા ઉદ્યોગપતિ 

સિદ્ધાર્થ જૈન ટેસ્લાનું  Model Y ખરીદનારા પહેલા ઉદ્યોગપતિ બન્યા છે. તેમણે ખાસ અવસર વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી. આ સાથે જ તેમણે ખુશી વ્યક્ત કરીને એલન મસ્કને પણ ટેર કર્યા. તેમણે પોસ્ટમાં લખ્યું કે આ તમારા માટે છે એલન મસ્ક ! ભારતની પ્રથમ કાર ખરીદીને હું બહુ ખુશ થયો છું. 2017માં જ્યારે મે ટેસ્લાની ફ્રેમોંટ ફેક્ટરી જોઇ હતી ત્યારથી જ મને આ સમયની રાહ હતી. સપના સાચા થાય છે. આ પોસ્ટ પર એલન મસ્કે પણ પ્રતિક્રિયા આપી.

https://twitter.com/JainSiddharth_/status/1967514277054738899

ભારતમાં ટેસ્લાની હાજરી

ભારતમાં ટેસ્લાની હાજરી ઝડપથી વધી રહી છે. કંપનીએ 15 જુલાઈ, 2025 ના રોજ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં તેનો પહેલો શોરૂમ ખોલ્યો. ત્યારબાદ તેણે 11 ઓગસ્ટના રોજ દિલ્હીના એરોસિટીમાં એક નવો શોરૂમ શરૂ કર્યો. કંપની હાલમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને શરૂઆતમાં મુંબઈ, દિલ્હી, પુણે અને ગુરુગ્રામમાં ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવશે.

શું છે  ટેસ્લા મોડેલ Y કિંમત ? 

ટેસ્લા મોડેલ Y ભારતીય બજારમાં CBU તરીકે આયાત કરવામાં આવશે. તેની શરૂઆતની કિંમત ₹59.89 લાખ (આશરે ₹59.89 લાખ) નક્કી કરવામાં આવી છે, જ્યારે તેના લાંબા-અંતરના વેરિઅન્ટ ₹59.89 લાખ (આશરે ₹59.89 લાખ) થી શરૂ થાય છે. મોડેલ માટે બુકિંગ તેની સત્તાવાર વેબસાઇટ પર દેશભરમાં ઓપન છે. 

બેટરી અને રેન્જ

ટેસ્લા મોડેલ Y બે અલગ અલગ બેટરી વિકલ્પો સાથે આવે છે:

60 kWh બેટરી: એક ચાર્જ પર આશરે 500 કિમી (WLTP પ્રમાણિત) ની રેન્જ પૂરી પાડે છે.

75 kWh બેટરી (લાંબા અંતરનું વેરિઅન્ટ): આશરે 622 કિમીની રેન્જ પૂરી પાડે છે. કારમાં ઓટોનોમસ ડ્રાઇવિંગ પણ શામેલ છે, પરંતુ ગ્રાહકોએ આ માટે ₹6 લાખ વધુ ચૂકવવા પડશે. ટેસ્લા મોડેલ Y પ્રીમિયમ સુવિધાઓ, સલામતી તકનીક અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક પ્રદર્શનનું શક્તિશાળી સંયોજન પ્રદાન કરે છે.