કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે. જૂનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. હવે જ્યારે 15મી ઓગષ્ટ બિલકુલ નજીક છે ત્યારે વાહન ચાલકોના મનમાં પ્રશ્ન હોઇ શકે કે ફાસ્ટેગનો વાર્ષિક પાસ લેવો અનિવાર્ય છે કે નહી
વારંવાર ટોલ પેમેન્ટની ઝંઝટમાંથી મુક્તિ
આ વાર્ષિક પાસ ખાસ કરીને તે વાહનચાલકો માટે લાવવામાં આવ્યો છે, જેઓ નિયમિત રીતે હાઈવે પર યાત્રા કરે છે અને વારંવાર ટોલ ચૂકવે છે. FASTag વાર્ષિક પાસ લઈ લેવાને કારણે વારંવાર ટોલ પેમેન્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
અગત્યની વાતો
FASTag Annual Pass વિશે અગત્યની વાતો જણાવીએ તો પાસની કિંમત 3000 રુપિયા છે અને તેની માન્યતા એટલે કે વેલીડીટી એક વર્ષ અથવા 200 મુસાફરી છે. આ પાસ માત્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) અને એક્સપ્રેસવે (NE) પર લાગુ પડે છે
એક યાત્રા એટલે શું?
તમે જેટલી વાર ટોલ પ્લાઝા ક્રોસ કરો તે દરેક ક્રોસિંગને એક યાત્રા તરીકે ગણવામાં આવશે.
શું FASTag વાર્ષિક પાસ ફરજિયાત છે?
આ સવાલનો જવાબ છે..ના..FASTag વાર્ષિક પાસ લેવો સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે વાહનચાલકો પાસ લેવા માંગતા નથી, તેઓ સામાન્ય રીતે જેમ ટેક્નોલોજી વાપરતા હતા તેમ ચાલુ રાખી શકે છે. ટોલ પ્લાઝા પર જેમને ટોલ કપાય છે તે જ રીતે ટોલ કપાતો રહેશે
વાર્ષિક પાસ પૂર્ણ થયા પછી શું થશે?
જો તમે એક વર્ષની સમયમર્યાદા પહેલા 200 યાત્રાઓ પૂર્ણ કરી લો છો, તો તમારો પાસ આપમેળે સામાન્ય FASTag માં ફેરવાઈ જશે. ત્યારબાદ સામાન્ય રીતે ચાર્જ લેવામાં આવશે.
આ યોજનાનો હેતુ શું છે?
જે લોકો હાઈવે પર નિયમિત યાત્રા કરે છે તેમને આનો લાભ મળશે તથા તેની સાથે FASTag દ્વારા ટોલ પેમેન્ટ વધુ સરળ અને ઝડપી બનાવી શકાશે. આ સાથે ટ્રાફિક મેનજમેન્ટમાં સુધારો પણ આવશે
વાર્ષિક પાસ એક સારી વૈકલ્પિક યોજના
FASTag વાર્ષિક પાસ એક સારી વૈકલ્પિક યોજના છે, ખાસ કરીને તે વાહનચાલકો માટે જેઓ દરરોજ અથવા અવારનવાર ટોલ પર જતા હોય છે. જો તમે હાઈવે પર રેગ્યુલર ટ્રાવેલ કરશો તો 3000ના આ વાર્ષિક પાસથી ઘણો સમય અને પૈસા બચી શકે છે. પણ જો તમે હાઈવે પર ઓછું જતા હોવ, તો સામાન્ય FASTag ચાલુ રાખવો વધુ યોગ્ય રહેશે.