ભારત સરકાર અરુણાચલ પ્રદેશના સિયાંગ નદી પર એક વિશાળ હાઇડ્રોપાવર અને જળ સુરક્ષા પરિયોજના પર કામ કરી રહ્યા છે. સરકારે કહ્યુ છે કે, આ એક એવો ડેમ હશે. જે ચીન વિરુદ્ધ ભારતનું સુરક્ષા કવચ સાબિત થશે.
પાવરફુલ પ્રોજકેટ થશે સાબિત
આ લગભગ 280 મીટર ઉંચો અને દેશનો સૌથી મોટો ડેમ હશે. આ ડેમથી લગભગ 11,200થી 11,600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાશે. અને આ ઉર્જા ઉત્પાદનના મામલામાં દેશનો પાવરફુલ પ્રોજકેટ સાબિત થશે. જો કે વીજળી ઉત્પન્ન કરવું એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નથી. તે મુખ્યત્વ રીતે ચીન દ્વારા તિબ્બતમાં બનાવવામાં આવી રહેલા યારલુંગ ત્સાંગપો પર વિશાળ ડેમનો જડબાતોડ જવાબ આપવાનો છે.
સરકાર વિરુદ્ધ તણાવનો માહોલ
ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, જો ચીન પોતાનામાંથી અચાનક પાણી રોકી અથવા છોડી દે છે. તો તેના કારણે ભારતમાં પૂર અથવા દુષ્કાળની સ્થિતિ પેદા થઇ શકે છે. આ ખતરા સામે રક્ષણ મેળવવા માટે ભારતનો ડેમ પાણી સંગ્રહિત કરશે અથવા છોડશે. વોટર સિક્યોરિટી અને ફ્લડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ એક રાષ્ટ્રીય સુરક્ષા પગલું છે. પરંતુ અરુણાચલ પ્રદેશના સુદુર વિસ્તારોમાં આદિવાસી ગામડાઓમાં સરકાર વિરુદ્ધ તણાવ અને વિરોધનો માહોલ છે.
સીએમની પ્રતિક્રિયા આવી સામે
ચીન દ્વારા તિબેટમાં બની રહેલા મેડોગ-યારલુંગ ત્સાંગપો ડેમને એક વોટર બોમ્બ કહ્યુ હતુ. અરુણાચલ પ્રદેશના સીએમ પેમ્મા ખાંડુએ કહ્યુ હતુ કે, આ ડેમ આદિવાસી સમુદાયના અસ્તિત્વ માટે ખતરો છે. ખાંડૂએ વધુમાં કહ્યુ છે કે, ચીને હમણા સુધી કોઇપણ આંતરરાષ્ટ્રીય જળ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા. જેના કારણે કરારમાં પારદર્શિતાની કમી જોવા મળી રહી છે.
