CAITએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ દિવાળીના તહેવાર પર આ વર્ષે દેશમાં રેકોર્ડબ્રેક ખરીદી લોકોએ કરી છે. લોકોએ આ વર્ષે ખાસ કરીને સ્વદેશી વસ્તુઓ પર ભાર મુક્યો છે અને 5.40 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓનું વેચાણ થયું છે, જ્યારે સેવાઓમાં 65,000 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. દિવાળી પર આ બમ્પર વેચાણ ભારતની આર્થિક મજબૂતી અને સ્વદેશી ભાવનાને દર્શાવે છે.


આ કારણે માર્કેટમાં તેજી જોવા મળી

CAITએ દિવાળીના તહેવારની ખરીદી 2025 પર રિસર્ચ રિપોર્ટ રાજ્યની રાજધાનીઓ અને ટિયર 2-3 શહેરો સહિત 60 મુખ્ય વેચાણ કેન્દ્ર પર કરવામાં આવેલા એક વ્યાપક સર્વે પર આધારિત છે. રિપોર્ટ મુજબ આ વર્ષે દિવાળી પર કૂલ વેચાણનો રેકોર્ડ 6.05 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જેમાં વસ્તુઓમાં 5.40 લાખ કરોડ અને સેવાઓમાં 65,000 કરોડ સામેલ છે. આ ભારતના વેપારી ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધારે તહેવાર પરનો વેપાર છે. દિલ્હીના ચાંદની ચોકના સાંસદ અને CAITના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે વડાપ્રધાન મોદીનો GSTમાં ઘટાડો કરવાનો નિર્ણય અને સ્વદેશી અપનાવવાના અભિયાનને કારણે આ તેજી માર્કેટમાં જોવા મળી છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે 25 ટકાનો થયો ગ્રોથ

વડાપ્રધાનના આ અભિયાનનથી વેપારી સમુદાય અને ગ્રાહક બંને જ પ્રેરિત થયા છે. સાંસદે કહ્યું કે 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી દિવાળી' બંને નારાએ લોકોને ખુબ જ પ્રભાવિત કર્યા છે. 87 ટકા ગ્રાહકોએ વિદેશી સામાનની તુલનામાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. જેના કારણે ચીની વસ્તુઓની માગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખંડેલવાલે કહ્યું કે દિવાળી 2025ના વેપારના આંકડા ગયા વર્ષના 4.25 લાખ કરોડના વેચાણની તુલનામાં 25 ટકાનો ગ્રોથ બતાવે છે. નોન-કોર્પોરેટ અને પારંપરિક બજારોએ કૂલ વેપારમાં 85 ટકાનું યોગદાન આપ્યું છે.  

  • Follow us on: