વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ કેટલાક પસંદગીના દેશો વિશ્વમાં સૌથી વધુ સોનાના ભંડાર સાથે ટોપ પર છે. આમાં અમેરિકા સૌથી આગળ છે, જ્યારે જર્મની, ચીન, ઈટાલી અને ફ્રાન્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે કયા દેશોમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે અને ભારતનો રેન્કિંગ શું છે.
અમેરિકામાં સૌથી મોટો સોનાનો ભંડાર
અમેરિકા પાસે વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. તેનો કુલ ભંડાર 609,527.85 ટન છે, જેની કુલ કિંમત 8.133 અબજ ડોલર છે. અમેરિકાના આ વિશાળ ભંડારનો મોટો ભાગ ફોર્ટ નોક્સ અને અન્ય સરકારી તિજોરીઓમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
વિશ્વમાં સોનાનો ભંડાર ધરાવતા ટોપ 8 દેશો
| નંબર | દેશ | સોનાનો ભંડાર (ટનમાં) | નેટવર્થ (USD) |
| 1 | અમેરિકા | 609,527.85 | 8.133 અબજ ડોલર |
| 2 | જર્મની | 251,166.13 | 3.351 અબજ ડોલર |
| 3 | ઈટાલી | 183,742 | 2.451 અબજ ડોલર |
| 4 | ફ્રાન્સ | 182,628.35 | 2.436 અબજ ડોલર |
| 5 | રશિયા | - | 2.335 અબજ ડોલર |
| 6 | ચીન | 169,689.52 | 2.264 અબજ ડોલર |
| 7 | જાપાન | 63,397.87 | 845.97 મિલિયન ડોલર |
| 8 | ભારત | 63,007.20 | 840.76 મિલિયન ડોલર |
બીજા નંબર પર છે જર્મની
જર્મની વિશ્વમાં બીજા નંબરે છે, જેની પાસે 251,166.13 ટન સોનાનો ભંડાર છે. તેનું કુલ મૂલ્ય 3.351 અબજ ડોલર છે. આ અનામતનો મોટો ભાગ ફ્રેન્કફર્ટમાં બુન્ડેસબેંક અને અન્ય વિદેશી તિજોરીઓમાં જમા થયેલ છે.
ઈટાલી અને ફ્રાન્સ પાસે છે વધુ સોનાનો ભંડાર
ઈટાલી અને ફ્રાન્સ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ઈટાલી પાસે 183,742 ટન સોનું છે, જેની કિંમત 2.451 અબજ ડોલર છે. ફ્રાન્સ પાસે 182,628.35 ટન સોનું છે, જેની કિંમત 2.436 અબજ ડોલર છે. આ બંને દેશોનું સોનું તેમની મધ્યસ્થ બેંકો દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે.
રશિયા અને ચીનમાં પણ સોનાના ભંડારમાં વધારો
રશિયાનો સોનામો ભંડાર 2.335 અબજ ડોલરનો છે. રશિયા તેના વિદેશી હૂંડિયામણ ભંડારને મજબૂત બનાવવા માટે તેના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહ્યું છે. ચીન પાસે 169,689.52 ટન સોનું છે, જેની કુલ કિંમત 2.264 અબજ ડોલર છે. ચીન પોતાના ચલણને મજબૂત બનાવવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે સતત સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે.
ભારતનો ક્રમ અને સોનાનો ભંડાર
આ લિસ્ટમાં ભારત આઠમા ક્રમે છે. ભારત પાસે કુલ 63,007.20 ટન સોનાનો ભંડાર છે, જેની કિંમત 840.76 મિલિયન ડોલર છે. ભારતમાં સોનાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ જ કારણ છે કે ભારત તેની આર્થિક સુરક્ષા અને ચલણ સ્થિરતા જાળવવા માટે તેના સોનાના ભંડારને મજબૂત બનાવતું રહે છે.