બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે ચૂંટણી બે તબક્કામાં કરાવવામાં આવશે, જેમાં 6 અને 11 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. ચૂંટણી પંચે એ પણ જાહેરાત કરી છે કે 6 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ આ દિવસે 8 સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થશે. તેના પરિણામ બિહાર ચૂંટણીના પરિણામની સાથે 14 નવેમ્બરે જ આવશે.
બિહાર વિધાનસભામાં કૂલ 243 સીટ
બિહારમાં બે તબક્કામાં ચૂંટણીની વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય ભાજપ અને રાજદની માગ બાદ કરવામાં આવ્યો છે, જેથી મતદાતાઓને મતદાન કરવા માટે સુવિધાઓ મળે અને ચૂંટણી પંચ યોગ્ય કામગીરી કરી શકે. બિહાર વિધાનસભામાં કૂલ 243 સીટ છે અને સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચે 7 રાજ્યમાં 8 વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી કરાવવાની પણ જાહેરાત કરી છે. આ પેટાચૂંટણીનું કારણ વિભિન્ન કારણોથી ખાલી પડેલી સીટો છે.













