સર્ફિન AI ફિનટેક સમિટની 7મી ગ્લોબલ એડિશન અને બીજી ભારત એડિશન બેંગલુરુની ધ રિટ્ઝ-કાર્લટન ખાતે યોજાઈ. તેમાં વૈશ્વિક નાણાકીય અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો, સ્થાપકો અને રોકાણકારો એક મંચ પર એકત્ર થયા. આ વખતની થીમ હતી "ઈન્ટેલિજન્ટ ફાઇનાન્સ. સમાવેશી વિકાસ. ગ્રાહક-કેન્દ્રિત એજન્ટિક AI યુગ." કાર્યક્રમમાં સર્કિન ગ્રુપના સ્થાપક, ચેરમેન અને સીઈઓ સાથે નોબેલ વિજેતા માઈકલ સ્પેન્સ અને પૂર્વ સાંસદ ડૉ. અમર પટનાયક જોડાયા. દિવસ દરમિયાન અનેક પેનલ ચર્ચાઓ અને ફાયરસાઈડ ચેટ્સ, પુસ્તક હસ્તાક્ષર કાર્યક્રમ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે નેટવર્કિંગ યોજાયાં. આખો દિવસ એક જ પ્રશ્નની આસપાસ કેન્દ્રિત રહ્યો: જ્યારે AI વિચારી શકે, નિર્ણય લઈ શકે અને કાર્ય કરી શકે, ત્યારે નાણાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ?
ભારત પર એક નોબેલ વિજેતાનો વિશ્વાસ
દિવસની સૌથી મહત્વની ક્ષણ પ્રોફેસર માઈકલ સ્પેન્સનું મુખ્ય વક્તવ્ય રહ્યું. તેઓ અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને Permacrisis ના લેખક છે. તેમણે એક હિંમતભર્યો દાવો કર્યો: ભારત AI ક્ષેત્રે માત્ર અન્ય દેશોની બરાબરી કરવાનો પ્રયાસ નથી કરી રહ્યું. તેની પાસે એવો વ્યાપ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ પ્રતિભા છે, જેના બળે તે વાસ્તવિક વૈશ્વિક અગ્રણી બની શકે છે અને અમેરિકા તથા ચીન સાથે સીધી સ્પર્ધા કરી શકે છે.
ભારતનો અભિગમ: કાયદા પહેલાં સિદ્ધાંતો
ડૉ. અમર પટનાયકની જાહેર નીતિ કારકિર્દી શાસન, નાણાકીય વ્યવસ્થાઓ અને ડેટા સંરક્ષણના સંગમ પર રહી છે. ભારત અલગ AI કાયદો લાવવાની ઉતાવળ કેમ નથી કરી રહ્યું, તે અંગે તેમણે સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, "આ તબક્કે તેનો જવાબ સ્પષ્ટપણે 'ના' છે." તેમણે એવા માર્ગદર્શક સિદ્ધાંતો તરફ ધ્યાન દોર્યું, જેનો હેતુ નવીનતાને ગતિમાન રાખવાનો છે.
તેમણે SEBIની એક પહેલનો ઉલ્લેખ કર્યો, જેને તેમણે "એજન્ટ્સ માટે KYC" ગણાવી. તે હેઠળ નાણાકીય નિર્ણયો લેતી AI સિસ્ટમ્સ નોંધાયેલી અને ટ્રેસ કરી શકાય તેવી હોવી જરૂરી બનશે. દરેક સિસ્ટમ સાથે એક વ્યક્તિ જોડાયેલી રહેશે, જે તેની કામગીરીની જવાબદારી સંભાળશે. જો કોઈ એજન્ટ "બેકાબૂ" બને, તો તેને રોકવા માટે કિલ સ્વિચ પણ હશે. તેમના જ શબ્દોમાં, "આનો હેતુ AIનું લોકશાહીકરણ છે."
ડિજિટલ ઇન્ડિયાથી ઇન્ટેલિજન્ટ ફાઇનાન્સ સુધી
સમિટે AIને માત્ર એક ટેકનોલોજી અપગ્રેડ તરીકે ન જોયું. તેના બદલે, ઇન્ટેલિજન્સ નાણાકીય વ્યવસ્થાઓના નિર્માણ, સંચાલન અને અનુભવની રીતને કેવી રીતે બદલી રહ્યું છે, તેની ચર્ચા થઈ.
દિવસની શરૂઆત ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં મૂકીને થઈ. ત્યારબાદ ચર્ચા "ભારત" તરફ વળી: AI એજન્ટ્સ વૈવિધ્યસભર નવા ગ્રાહકો માટે નાણાકીય સેવાઓને વધુ વ્યક્તિગત અને સુલભ કેવી રીતે બનાવી શકે? પછી ચર્ચાઓએ આ વચનના કઠિન પાસાનો સામનો કર્યો. AI હવે નાણાકીય નિર્ણયોમાં મદદ કરવાથી આગળ વધીને તેને સીધા અમલમાં મૂકવા લાગ્યું છે, તેથી જવાબદારી અને માનવીય દેખરેખ કેન્દ્રસ્થાને આવી.
ત્યારબાદ વાતચીત રોકાણકારોની આગામી પેઢી સુધી પહોંચી. AI-આધારિત નાણાકીય વિશ્લેષણની સુલભતાથી ભારતમાં સંપત્તિ સર્જનની તક કોને મળે છે, તે કેવી રીતે બદલાઈ શકે, તેની ચર્ચા થઈ. દિવસનું સમાપન સૌથી તાકીદના વિષયોમાંના એક સાથે થયું: AI નાણાકીય વ્યવસ્થાઓમાં ઊંડે સુધી વણાઈ રહ્યું છે, ત્યારે ભારત વ્યક્તિગત ડેટાનું રક્ષણ કેવી રીતે કરે અને વિશ્વાસ કેવી રીતે જાળવી રાખે? અને તે પણ, તેને આગળ ધપાવતી નવીનતાની ગતિ ધીમી પાડ્યા વિના.
મંચથી આગળ
પેનલ ચર્ચાઓ પછી પણ વાતચીત ચાલુ રહી. પ્રતિભાગીઓ વક્તાઓ સાથે જોડાયા અને ચર્ચાઓ સાંજ સુધી ચાલી. દિવસનું સમાપન પુસ્તક હસ્તાક્ષર કાર્યક્રમ સાથે થયું, જેમાં માઈકલ સ્પેન્સ (Permacrisis), રોનિત ઘોષ (Future Money) અને યિંગલાન ટેન (Against All Odds) સામેલ હતા.
નાણાકીય ક્ષેત્રનું આગામી સ્વરૂપ
AI હવે નાણાકીય ક્ષેત્રનું માત્ર ભવિષ્ય નથી. નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવાય છે અને ગ્રાહકો કેવી રીતે જોડાય છે, તેનો તે ભાગ બની રહ્યું છે. હવે મોટો પ્રશ્ન એ છે: જ્યારે AI વિચારી શકે, નિર્ણય લઈ શકે અને કાર્ય કરી શકે, ત્યારે નાણાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ?
Disclaimer: An initiative of Surfin Meta Bharat/ Shared by Surfin Meta Bharat. SANDESH does not endorse and is not responsible for the accuracy or completeness of the information contained herein. Readers should seek appropriate professional advice before taking any decision.