કેન્સર દવાઓની નવી કિંમતો 9 નવેમ્બરથી અમલમાં આવશે. જેના પરિણામે વાર્ષિક આશરે ₹3540 કરોડની બચત થઈ છે.

ટ્રેડ માર્જિન પર મર્યાદા નક્કી

દિવાળી પછી તરત જ, ભારત સરકારે કેન્સરના દર્દીઓને મોટી રાહત આપી છે. 137 કેન્સર દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ કરવામાં આવી છે. NPPAએ 137 કેન્સર વિરોધી દવાઓ માટે ટ્રેડ માર્જિન પર મર્યાદા નક્કી કરી છે. આ કિંમતોમાં આશરે 50% ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પરિણામે 50 હજારની કિંમતવાળી દવા હવે માત્ર 25 હજારમાં ઉપલબ્ધ થશે. 

NPPAએ શુ આપી માહિતી ? 

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ કરવામાં આવી છે. 85 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 1364 કેન્સર વિરોધી ફોર્મ્યુલેશન માટે સુધારેલા ભાવો જાહેર કર્યા છે. અહેવાલો અનુસાર, 679 બ્રાન્ડના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે કેટલીક દવાઓના ભાવમાં મહત્તમ 96.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એક અંદાજ મુજબ એક લાખની કિંમતની કેન્સરની દવા હવે ફક્ત 4 હજારમાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં મહિલા ટીવી એન્કર Rabia Ahsanની ગોળી મારી કરાઇ હત્યા, પતિની અટકાયત