લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 146 સાંસદના હસ્તાક્ષરની સાથે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
કેશ કાંડ મામલે કાર્યવાહી
કેશ કાંડ મામલે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યુ છે. 14 માર્ચ 2025ના રોજ જસ્ટીસ યશવંત વર્માના દિલ્હીના સરકારી આવાસમાંથી મોટી સંખ્યામાં અડધી સળગેલી રોકડ રકમ મળી આવી હતી. જે બાદ તેમના પર મહાભિયોગની કાર્યવાહી કરાઇ હતી. તપાસ કાર્યવાહી દરમિયાન જસ્ટીસ યશવંત વર્માએ કહ્યુ હતુ કે, જે દિવસે કેશ મળી આવી ત્યારે તેઓ રાજધાનીમાં હાજર ન હતા. અને જો અધિકારીઓ તેને સુરક્ષિત સ્થળે મુકવામાં અસફળ રહ્યા તો તેમા તેમની કોઇ ભૂલ નથી.
શું હતો મામલો ?
કેશ કાંડ સમયે જસ્ટીસ યશવંત વર્મા દિલ્હી હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. તેમના પર આરોપ છે કે, આ અડધી સળગેલી કેશ નોકરોના કાર્ટર પાસે બનેલા સ્ટોરરૂમમાંથી મળી આવી હતી. તે સમયે જસ્ટીસ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા. માર્ચ 2025માં તેમના દિલ્હી નિવાસસ્થાને આગ લાગી હતી. અને તે સમયે તેમના ઘરમાંથી અડધી સળગેલી કેશ મળી આવી હતી. અને બાદમાં તેમના પર કાર્યવાહી હાથ ધરાઇ હતી.
તપાસ સમિતિનું કરાયુ ગઠન
જસ્ટીસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટ સામે આંતરિક તપાસની સંવૈધાનિકતાને પડકાર ફેંક્યો છે. 7 ઓગષ્ટ 2025ના રોજ બે જજની ખંડપીઠે તેને ફગાવી હતી. કારણ કે, તેઓને તેમાં કોઇ પ્રતિકાત્મક પુરાવા મળ્યા ન હતા. બાદમાં તેમના વિરુદ્ધ સંસદના બન્ને સદનમાં તેમની સામે મહાભિયોગના પ્રસ્તાવને રજૂ કરાયો હતો. લોકસભા સ્પીકરે આરોપોની તપાસ કરવા માટે 'જજેસ અધિનિયમ 1968' હેઠળ એક સમિતિની રચના કરી હતી.
આ પણ વાંચોઃ Iranના યુદ્ધવિરામ અંગે શુ કહે છે અમેરિકન સેના, તેમના નિવેદનો કેમ ખેંચી રહ્યુ છે ધ્યાન?
