સોમવારે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લગતી એક મહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઈ. કોર્ટ એવી અરજીઓ પર સુનાવણી કરી રહી છે જેમાં CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે અને અન્ય ચૂંટણી કમિશનરોની સંમતિ વિના નિર્ણયો લેવાની કમિશનની પ્રક્રિયાને પડકારવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેંચ આ મામલાની સુનાવણી કરી . . અરજીઓમાં CEC વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે. નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.
પહેલા ચૂંટણી પંચના નિર્ણયનું પરીક્ષણ કરીશું- કોર્ટ
આ મામલે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. જ્ઞાનેશ કુમાર અને બંને ECને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. જ્ઞાનેશ કુમાર પર વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કર્યો છે . કોર્ટને નિર્ણયની જાણકારી જોઇ છે. સીઇસીને સસ્પેન્ડ કરવાનો ઇન્કાર કર્યો છે. નિર્ણય સર્વસંમતિથી નહીં તો જ રોક. પહેલા બધાનો જવાબ લેવા દો. જો નિર્ણય સર્વ સંમતિથી નહીં લેવામાં આવ્યો હોય તો રોક લગાવી દઇશું..
https://x.com/ANI/status/2107009602915311935?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107009602915311935%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરતો વચગાળાનો આદેશ જાહેર કરવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું, "અમે આ અરજી પર નોટિસ ફટકારી. આ અરજીનો આધાર બનેલો સમાચાર અહેવાલ 100 ટકા સચોટ, આંશિક રીતે સચોટ અથવા ખોટો હોઈ શકે છે. અમે તેના આધારે કોઈ આદેશ પસાર કરી શકતા નથી."
અરજદારે જ્ઞાનેશ કુમારને CECના પદ પરથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી. વિકાસ સિંહે સૂચન કર્યું કે અન્ય બે ચૂંટણી કમિશનરોને ચૂંટણી પંચ ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે અનૂપ બરનવાલ કેસમાં સ્થાપિત વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી, જેમાં નિમણૂક સમિતિમાં CJIનો સમાવેશ થતો હતો.
સિંહે આક્ષેપ કર્યો હતો કે CEC એકપક્ષીય નિર્ણયો લઈ રહ્યા છે, જ્યારે કાયદો ફરજિયાત બનાવે છે કે ચૂંટણી પંચના નિર્ણયો આદર્શ રીતે સર્વસંમતિથી લેવા જોઈએ, અથવા તેમ ન થઈ શકે તો બહુમતીથી લેવા જોઈએ.
તેમણે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવતી પ્રક્રિયા અંગેના નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ, જ્યારે વાસ્તવિક કામગીરીને લગતા નિર્ણયો બહુમતીથી લઈ શકાય છે.
'નવા કાયદાએ CECને સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવી દીધા છે'
વિકાસ સિંહે દલીલ કરી હતી કે નવા કાયદાએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને અત્યંત શક્તિશાળી બનાવી દીધા છે. તેમણે ધ્યાન દોર્યું કે CECને નિવૃત્તિ પછી પણ તપાસ સામે સુરક્ષા આપવામાં આવી છે. સિંહે કહ્યું, "વડાપ્રધાન પાસે પણ આવી સુરક્ષા (ઇમ્યુનિટી) નથી; ન્યાયાધીશો પણ આ સ્તરની સુરક્ષા ભોગવતા નથી."
તેના જવાબમાં જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે પદ પર હોય ત્યારે સુરક્ષાની જોગવાઈ અગાઉના કાયદામાં પણ હતી. સિંહે જવાબ આપ્યો કે હવેનો કાયદો નિવૃત્તિ પછી પણ સુરક્ષા પૂરી પાડે છે. ચીફ જસ્ટિસ (CJI)એ અવલોકન કર્યું કે સંબંધિત કાયદાને પડકારતો કેસ પહેલેથી જ પેન્ડિંગ છે.
વિકાસ સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ આ બાબતમાં કાયદાને પડકારી રહ્યા નથી, પરંતુ ચૂંટણી પંચની અંદર શું થઈ રહ્યું છે તેની તપાસ કરવા માંગે છે.
'પહેલા ચૂંટણી પંચનો જવાબ આવવા દો'
સુનાવણી દરમિયાન, CJIએ ટિપ્પણી કરી હતી કે અરજદાર તેમના તર્ક એક સમાચાર અહેવાલ પર આધારિત રજૂ કરી રહ્યા છે અને કોર્ટ માત્ર તેના આધારે આદેશ આપી શકે નહીં; પહેલા ચૂંટણી પંચનો જવાબ મળવો જરૂરી છે. હવે આવતા અઠવાડિયે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.