છાંગુર બાહા કેસમાં એક નવો ખુલાસો થયો છે. બાબાનું સ્વિટ્ઝરલેન્ડ કનેક્શન સામે આવ્યું છે. તેણે સ્વિટ્ઝરલેન્ડમાં નીતૂના નામ પર ખોલેલા બેંક અકાઉન્ટનો ખુલાસો થયો છે. ગેરકાયદેસર ધર્માંતરણના નામ પર શારજહા, દુબઈ ઉપરાંત ભારતમાં ભેગા કરવામાં આવેલા કરોડો રુપિયા સ્વિટ્ઝરલેન્ડ મોકલવામાં આવ્યા હતા. 


છાંગૂર બાબાએ નીતૂ અને નવીન સિવાય અન્ય સબંધીઓના નામ પર પણ બેંક અકાઉન્ટ ખોલ્યા હતા. આ બેંક અકાઉન્ટ દ્વારા કરોડો રુપિયા સ્વિટ્ઝરલેન્ડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

ઈડીની શોધખોળ શરૂ

સ્વિટ્ઝરલેન્ડમાં છાંગુર બાબાની સંપત્તિ અને બેંક અકાઉન્ટ્સની ડિટેઈલ શોધવામાં ઈડીની ટીમ લાગી ગઈ છે. છાંગુર બાબાના સ્વિટ્ઝરલેન્ડ કનેક્શન સાથે જોડાયેલા ગણા દસ્તાવેજો ED પાસે છે. 

40 કરોડની 10 સંપતિઓના દસ્તાવેજ મળ્યા

છાંગુરનું પનામાથી હજી સુધી કોઈ કનેક્શન સામે આવ્યું નથી. અત્યાર સુધીમાં 22 બેંક ખાતાઓમાં 60 કરોડની મની લોન્ડ્રિંગના સબૂત મળ્યા છે. 40 કરોડની 10 સંપત્તિઓના દસ્તાવેજ મળ્યા છે. 

છાંગુર બાબાનું નામ જમાલુદ્દીન છે. તેયુપીના બલરામપુરનો રહેવાસી છે. આ જીલ્લાની શરહદ પાડોશી દેશ નેપાળને લાગે છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીંટી અને તાવિઝવ વેંચીને તેણે પોતાના જીવનની શરુઆત કરી હતી. હાલ તેની ગેરકાયદેસર ધર્માંતરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.








  • Follow us on: