બિલાસપુરમાં એક ટ્રેક પર જ માલગાડી અને પેસેન્જર ટ્રેન આમને સામને આવી ગઇ, આ અકસ્માતને કારણે 5થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ 12થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ઘટના સ્થળે પહોંચ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લોકો ડરી ગયા.

5 થી વધુ લોકોના મોત

આ અકસ્માત બિલાસપુર સ્ટેશન નજીક સાંજે લગભગ 4 વાગ્યે થયો હતો. આ દુર્ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ટક્કરનાં કારણે ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રૂટ પર ટ્રેન સંચાલન બંધ થઈ ગયું છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) મુજબ, અકસ્માત પછી તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી

રેલવે દ્વારા જણાવાયું છે કે ઘટનાના કારણોની તપાસ માટે એક ટીમ રચવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતો સ્થળ પર હાજર છે. સ્ટેશનની આસપાસ રેલવે ટ્રાફિક થોડા સમય માટે અસરગ્રસ્ત રહ્યો, પરંતુ સ્થિતિ સામાન્ય કરવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ટક્કરનાં કારણે ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ગંભીર નુકસાન થયું છે, જેના કારણે રૂટ પર ટ્રેન સંચાલન બંધ થઈ ગયું છે. અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. હાલ રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને ફક્ત સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખે.



  • Follow us on: