છત્તીસગઢના ગારિયાબંદમાં એક મોટા ઓપરેશનમાં, સુરક્ષા દળોએ સીસી સભ્ય મનોજ ઉર્ફે બાલકૃષ્ણ સહિત 10 નક્સલીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
એન્કાઉન્ટર હજુ પણ ચાલુ
મળી રહેલા મહત્વના સમાચાર મુજબ સુરક્ષા દળોએ શોભા પોલીસ સ્ટેશન અને મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.













