અત્યારે ચોમાસામાં પ્રકૃતિ સોળ કળાએ ખીલી ઉઠે છે. આવા સમયે પહાડોમાં તથા વોટર ફોલ જોવાની લ્હાવો અનેરો હોય છે. તેમાં પણ ખાસ કરીને હિલ સ્ટેશન જોવા માટે મહારાષ્ટ્રની પસંદગી કરે છે. ત્યારે વાત કરીએ એવા એક હિલ સ્ટેશનની કેસ જ્યાં એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા કે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ભીડને નિયંત્રિત કરી ન શકી. પરિણામે લોકોએ પરત ફરવુ પડશે.


લાખોની સંખ્યામાં ભીડ 

આ હિલસ્ટેશન છે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ચિખલદરા હિલ સ્ટેશન. ચોમાસાને કારણે હરિયાળી અને સફેદ ધુમ્મસથી આખુ હિલ સ્ટેશન ઘેરાઇ ગયું છે. આ કારણોસર અહીં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શુક્રવારથી રવિવારની વચ્ચે એક લાખ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા પરિણામે અહીં જબરદસ્ત ભીડ જોવા મળી હતી.

રવિવારે સ્થિતિ એટલી ભયંકર થઇ ગઇ કે પરતવાડાથી ચિખલદરા સુધી 10 કિમી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. વાહનોની લાંબી લાઇનો જોવા મળી..હાલાત એવી છે કે સેંકડો પર્યટકો તો કારમાંથી ઉતર્યા વિના જ ભીડ જોઇને પાછા ફરી ગયા. ધામણગાંવ ગાઢીથી ચીખલદરા જતી વખતે અને પરત ફરતી વખતે ઘાટંગ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ લાખોની ભીડ સામે આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. શનિવાર રાતથી રવિવાર સાંજ સુધી, પરતવાડા, મોથા, નગર પરિષદ નાકા અને ધામણગાંવ ગાઢી રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી.


સેંકડો પ્રવાસીઓ પાછા ફર્યા

પર્યટન સ્થળ પર એટલી ભીડ હતી કે ઘણા પ્રવાસીઓ પોતાના વાહનોમાંથી ઉતરી પણ ન શક્યા અને 4 થી 5 કલાક સુધી કતારમાં ઉભા રહ્યા પછી પણ જ્યારે તેમને આગળનો રસ્તો ન મળ્યો ત્યારે લોકોને પાછા ફરવું પડ્યું. સ્થાનિક દુકાનદારોએ પ્રવાસીઓની લાચારીનો લાભ લીધો હતો. શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ હતી. એક સમોસા ₹50 માં વેચાયા. શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, જેના કારણે પ્રવાસીઓમાં ગુસ્સો જોવા મળ્યો.

હોટેલો હાઉસફુલ

પરતવાડા, અકોલા, ધામણગાંવ ગાધી અને બેતુલ રોડ સુધીની બધી હોટલ, લોજ અને ઢાબામાં 'હાઉસફુલ' બોર્ડ લગાવવામાં આવ્યા હતા. હજારો પ્રવાસીઓની ભીડને કારણ લોકોને ઓર્ડર આપવાથી લઈને રેસ્ટોરન્ટમાં ખોરાક મેળવવા સુધી કલાકો સુધી રાહ જોવી પડી.


  • Follow us on: