સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવઇએ રિટાયરમેન્ટ બાદ કોઇ પદ ન લેવાનું એલાન કર્યુ છે. તો બીજી તરફ તેમણે જણાવ્યુ કે ભવિષ્યમાં તે શું કરશે અને ક્યા રહેશે? પોતાની વિદાઇ સમારોહમાં ચીફ જસ્ટિસે અનેક મુદ્દા પર ખુલીને પોતાના વિચાર રજૂ કર્યા હતા અને કેટલીક ટિપપ્ણી કરવાની પણ ના પાડી હતી.


ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ આજે નિવૃત્ત થયા.તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું પદ છોડ્યા પહેલા એલાન કર્યુ કે તે સેવાનિવૃત્તિ બાદ કોઇ પદ નહીં લે અને ન કોઇ પદની ઓફરનો સ્વીકાર કરે. તે આદિવાસીઓમ માટે કામ કરશે અને દિલ્હીમાં જ રહેશે. બી આર ગવઇએ પોતાની વિદાય સમારોહમાં અનેક મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા. તેમણે અનેક મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા.

આરક્ષણમાં ક્રીમી લેયર અંગે ગવઈનુ નિવેદન

ગવઈએ કહ્યું કે જો મુખ્ય ન્યાયાધીશ સરકારના પક્ષમાં કોઈ નિર્ણય આપે તો તેને સ્વતંત્ર ન્યાયાધીશ નથી કહી શકાય. આ કહેવું ખોટું છે. તેમણે જણાવ્યું કે SC અને ST માટેના આરક્ષણમાં પણ ક્રીમી લેયર લાગુ કરવાની જરૂર છે, જેથી આરક્ષણનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકોને મળી શકે. તેમણે વધુમાં કહ્યું કે આજકાલ સોશિયલ મીડિયા પર સમસ્યા એ બની ગઈ છે કે અમે જે નથી બોલતા તે પણ લખવામાં અને બતાવવામાં આવે છે. આ માત્ર ન્યાયપાલિકા માટે નહીં, સરકારના અનેક અંગો માટે પણ સમસ્યા છે.

રાષ્ટ્રપતિ સંદર્ભના નિર્ણય પર નિવેદન

જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ જજના ઘરે પૈસા મળે તો સીધી FIR થવી જોઈએ કે CJI દ્વારા કાર્યવાહી કરાવવી જોઈએ.આ પ્રશ્ન પર ગવઈએ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી સાફ ઇનકાર કર્યો. તે જ રીતે રાષ્ટ્રપતિ સંદર્ભ અંગેના નિર્ણયમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા બિલને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી શકાય કે નહીં.આ બાબતે તેમણે કહ્યું, બે સભ્યોની પીઠના નિર્ણયને પલટ્યો નથી પણ ભવિષ્યમાં વિવાદ ન સર્જાય, તે માટે શું થવું જોઈએ અને શું નહીં, તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  Hyderabad Airportને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઇ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ ફ્લાઇટ


  • Follow us on: