'ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન' (AISA) ના પ્રમુખ નેહા બોરાને દિલ્હી પોલીસે મુક્ત કર્યા છે. શુક્રવારે સાંજે 'તિરંગા માર્ચ' દરમિયાન પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકેની ધરપકડ કરવામાં આવી છે.

અભિજિત દીપકેને આજે કોર્ટમાં કરાશે રજૂ 

તેઓને આજે શનિવારે, એક SEM (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તિરંગા માર્ચમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે અભિજીત દિપકેને કસ્ટડીમાં લીધા હતા.દિલ્હી પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ, CJP એ જણાવ્યું હતું કે તેમના સ્થાપક અભિજીત દિપકે ક્યાં છે તે અંગે કોઈ માહિતી નથી. તે પહેલાં, 'ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન' (AISA) એ દાવો કર્યો હતો કે તેમના પ્રમુખ નેહા બોરા મળી આવ્યા છે. તેઓ દિલ્હીના આર.કે. પુરમ પોલીસ સ્ટેશનમાં મળી આવ્યા હતા. 

મુક્ત થયા પછી નેહાએ શું કહ્યું?

મુક્ત થયા બાદ નેહા બોરાએ કહ્યું, "કાયદો અને વ્યવસ્થાના દરેક રીતે ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. સામાન્ય નાગરિકો સાથે એવો વ્યવહાર કરવામાં આવે છે જાણે તેઓ કોઈ મોટા ગુનેગાર હોયઆ એક એવી પ્રથા છે જે દેશમાં લાંબા સમયથી ચાલી રહી છે. વર્તમાન આંદોલને એ હકીકતને ખુલ્લી પાડી દીધી છે કે લોકોને કઈ રીતે કસ્ટડીમાં લેવામાં આવે છે. પછી ભલે તે દિવસ હોય કે સાંજ, લોકોને આખી રાત કસ્ટડીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે સવારે કે સાંજે મુક્ત કરવામાં આવે છે. આને કયા અધિકાર હેઠળ યોગ્ય ઠેરવી શકાય? કયા કાયદા કે આદેશ હેઠળ અટકાયત કરાયેલા લોકોને આખી રાત કસ્ટડીમાં રાખવાને કાયદેસર ગણી શકાય?"

જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગની પ્રત્રિયા શરૂ કરો- નેહા 

તેમણે વધુમાં ઉમેર્યું, કાયદાકીય રીતે, લોકોને ખાસ કરીને મહિલાઓન સૂર્યાસ્ત પહેલાં મુક્ત કરી દેવા જોઈએ, પરંતુ તેમ થતું નથી. વધુમાં, એક નવો જ કથિત વિષય (narrative) ફેલાવવામાં આવી રહ્યો છે:'અરાજકતા અને અવ્યવસ્થા'નો.

કેવી અરાજકતા અને અવ્યવસ્થા? શું એ જ પ્રકારની અરાજકતા જે તમે પોતે સેન્ટ્રલ દિલ્હીમાં સર્જી છે? દિલ્હીના લોકો તો રાહતનો શ્વાસ પણ લઈ શકતા નથી." તેઓ કામ પર જવા માટે જે પણ રસ્તો પસંદ કરે છે, તે બંધ મળે છે. તમે સમગ્ર દેશમાં અરાજકતા અને અવ્યવસ્થા ફેલાવી રહ્યા છો. મહેરબાની કરીને, ભારતના લોકોને આમાંથી મુક્ત કરો. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરો અને આ પ્રક્રિયા પર રોક લગાવો, જેથી આ દેશના સામાન્ય નાગરિકો રાહતનો શ્વાસ લઈ શકે, શાંતિથી જીવી શકે અને તેમના મતાધિકારનું રક્ષણ થઈ શકે.

https://x.com/ANI/status/2111186638051446837?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111186638051446837%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


તેણી વધુમાં ઉમેરે છે કે તેમણે (પોલીસે) મારું નામ, સરનામું અને અન્ય અંગત વિગતો માંગી. લાંબા સમય સુધી તેમણે મને બોલવા પણ ન દીધી, કે પછી મને કોઈ કાનૂની સલાહકાર (વકીલ) સાથે વાત કરવાની મંજૂરી પણ ન આપી. અમારા વકીલો 5-6  કલાક સુધી મારો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા  જ્યારે અમે તેમને ફોન કરવામાં સફળ થયા, ત્યારે જ તેમને મને મળવાની પરવાનગી આપવામાં આવી. આ લોકો લાંબા સમયથી આવું વર્તન કરી રહ્યા છે."

https://x.com/ANI/status/2111056074409472203?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111056074409472203%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

AISA અને CJP એ શું આક્ષેપો કર્યા છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, AISA એ સવાલ ઉઠાવ્યો કે દિલ્હી પોલીસે નેહાને મધ્યરાત્રિ સુધી પોલીસ સ્ટેશનમાં કેમ રાખી? નેહાને ક્યારે મુક્ત કરવામાં આવશે? એક મહિલા વિદ્યાર્થી નેતાને મધ્યરાત્રિએ પોલીસ સ્ટેશનમાં શા માટે રાખવામાં આવી રહી છે? બીજી તરફ, CJP એ આક્ષેપ કર્યો છે કે તેમના સ્થાપક, અભિજીત દિપકેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને સંસ્થાનો તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અગાઉ, AISA એ દાવો કર્યો હતો કે તેમની પ્રમુખ, નેહા બોરાને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં 'એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (Anti-Narcotics Task Force) ના સેલમાં રાખવામાં આવ્યા છે. 'X' પરની એક પોસ્ટમાં CJP એ જણાવ્યું, "દિલ્હી પોલીસ અભિજીત દિપકેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. અમારો તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેમને વકીલો સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી."


યુવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર- cjp

CJP એ પ્રશ્ન કર્યો, "આ સરકાર યુવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર શા માટે કરે છે? અમે ભારતના નાગરિકો છીએ, અમને સમાન અધિકારો મળેલા છે અને બંધારણ હેઠળ આપવામાં આવેલી તમામ સુરક્ષા અને અધિકારો મેળવવાના અમે હકદાર છીએ!" CJP એ વધુમાં પૂછ્યું, "દિલ્હી પોલીસ, તમે અભિજીતને ક્યાં લઈ ગયા છો?" તમારે અમને જવાબ આપવો જ પડશે. અભિજીત હાથમાં ત્રિરંગો લઈને પોતાના ઘરેથી નીકળ્યા હતા. હાથમાં ત્રિરંગો રાખવો એ ગુનો કેવી રીતે હોઈ શકે?