CJPના નેતા અભિજીત દીપકેએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરતાં કહ્યું છે કે તેમણે પ્રદર્શન નહીં કરવાની બાંહેધરી આપતા કોઇ બોન્ડ પર હસ્તાક્ષર કર્યા નથી અને તેઓ ફરી રસ્તા પર ઉતરશે. દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી કેન્ટ સ્થિત કાર્યકારી મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.
અભિજીત દીપકેએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે એવો કોઈ બોન્ડ સહી કર્યો નથી, જેમાં પ્રદર્શન નહીં કરવાની શરત હોય. દીપકેએ કહ્યું કે તેઓ ફરી એકવાર રસ્તા પર ઉતરશે.
https://x.com/abhijeet_dipke/status/2109236712283234411?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109236712283234411%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રવિવારે સવારે અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી કેન્ટ સ્થિત કાર્યકારી મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. શાંતિ જાળવવા અને સારા વર્તનની ખાતરી માટે 50,000 રૂપિયાનો જામીનદાર બોન્ડ પણ જમા કરાવવામાં આવ્યો હતો.
ત્રણેય નેતાઓને શનિવારે મુંબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ ઉતર્યા બાદ વિમાનની અંદરથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા.
CJPનાં કાનૂની બાબતોનાં વડાં રત્ના સિંહના જણાવ્યા અનુસાર, ત્રણેય નેતાઓને એક વર્ષ સુધી 'શાંતિ ભંગ નહીં કરવાની' શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલાં રવિવારે સવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય નેતાઓને સાવચેતીના પગલારૂપે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની સામે BNSSની કલમ 126 (શાંતિ જાળવવા માટે બાંયધરી) અને કલમ 170 (સંજ્ઞેય ગુનો અટકાવવા માટે ધરપકડ) હેઠળ કાર્યવાહી કરી હતી.
પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને 10 ઓક્ટોબર, 2026ના રોજ BNSSની કલમ 126/170 હેઠળ સાવચેતીના પગલારૂપે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને ત્રણેય નેતાઓને 11 ઓક્ટોબર, 2026ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત SEM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.