જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ અભિજીત દિપકે શનિવારે સવારે મુંબઈથી ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. IGI એરપોર્ટ પર ફ્લાઈટ ઉતરતાની સાથે જ દિપકેએ કહ્યું, "બાકીના બધાની અટકાયત કરવામાં આવી છે; જોઈએ હવે આપણી સાથે શું થાય છે."
દિલ્હીના જંતર-મંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શન વચ્ચે, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ દાવો કર્યો છે કે તેના સ્થાપક અભિજીત દિપકે સહિતના ત્રણ નેતાઓની દિલ્હી આગમન સમયે જ અટકાયત કરવામાં આવી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર, શનિવારે શહેરમાં ઉતર્યા બાદ દિલ્હી પોલીસે અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાને કસ્ટડીમાં લીધા હતા. દિપકેએ ફ્લાઈટમાં હતા ત્યારે જ કહ્યું, "મને ડર નથી લાગતો. અમે ખાસ કરીને ધરપકડ થવા માટે જ આવ્યા છીએ."
ઘટનાક્રમ કેવી રીતે આગળ વધ્યો
અભિજીત દિપકેની ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઉતરી. ત્યારબાદ દિલ્હી પોલીસના જવાનો વિમાનમાં સવાર થયા. જ્યારે પોલીસે તેમને પકડવાની કાર્યવાહી શરૂ કરી. ત્યારે દિપકેએ તેમને થોડી રાહ જોવા કહ્યું જેથી તેઓ પોતાની બેગ લઈ શકે આ વિનંતી તેમણે બે વાર કરી. ત્યારબાદ તેમણે પોલીસને કહ્યું, "હું અહીં ધરપકડ કરાવવા જ આવ્યો છું; આગળ વધો અને મારી ધરપકડ કરો." દિલ્હી પોલીસના જવાનોએ જવાબ આપ્યો, "ના, આ ધરપકડ નથી. કૃપા કરીને સહકાર આપો."
CJP દ્વારા કાર્યવાહીની નિંદા
CJPએ આ કાર્યવાહીની સખત નિંદા કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે તેના નેતાઓની એરપોર્ટ પર અટકાયત કરી હતી, જે તેમને વિરોધ સ્થળ સુધી પહોંચતા અને શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરતા રોકવાની પૂર્વ-આયોજિત વ્યૂહરચનાનો એક ભાગ હતો. આને અવરજવરની સ્વતંત્રતાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવતા પાર્ટીએ અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકાની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગ કરી છે. "જો જરૂર હોય તો UAPA લગાવો; મને ધરપકડનો ડર નથી" દિલ્હી પહોંચતા પહેલા જ દિપકેને પોતાની ધરપકડની અપેક્ષા હતી.
દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ધરપકડની શક્યતા વિશે પૂછવામાં આવતા અભિજીત દીપકે કહ્યું, "જો તેઓ મને અટકાયતમાં લેવા કે ધરપકડ કરવા માંગતા હોય, તો તેમ કરવા દો. હું તેના માટે તૈયાર છું. મારી ધરપકડ થાય કે મને અટકાયતમાં લેવામાં આવે, તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તમારી ઈચ્છા હોય તો UAPA અથવા NSA લગાવો. પરંતુ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ તથા દેશના લોકશાહીને બચાવવા માટેની અમારી લડાઈ અમે ચાલુ રાખીશું."
આ પણ વાંચો: Price Hike: શું તમે પણ પી રહ્યા છો ડાયેટ કોક? કેમ અચાનક થયો ભાવમાં આટલો બધો વધારો
