વોલન્ટિયર જુનૈદ મલિકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અને આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમની ગેરકાયદે અટકાયત કરી પરેશાન કર્યો હતો.
દિલ્હી પોલીસકર્મીઓ સામે આરોપ
સુપ્રીમ કોર્ટમાં અરજી અનુસાર, જુનૈદ મલિક 24 જુલાઈના રોજ મધ્યરાત્રિએ હડકવા વિરોધી ઇન્જેક્શન લીધા પછી RML હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે દિલ્હી પોલીસકર્મીઓએ તેની અટકાયત કરી હતી. અને પાંચથી છ કલાક સુધી પોલીસ વાહનમાં બેસાડી રાખ્યો હતો. જે દરમિયાન તેને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી અને હેરાન પરેશાન કરાયો હતો. આ તમામ નારાજગી જુનૈદે સુપ્રીમ કોર્ટમાં કહી હતી.
અરજીમાં જુનૈદ મલિકનો આરોપ
જુનૈદ મલિકનો આરોપ છે કે, પોલીસ અધિકારીઓએ તેમનો મોબાઇલ ફોન બળજબરીથી જપ્ત કર્યો હતો અને તેને અનલોક કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ અધિકારીઓએ તેનો ફોન તપાસ્યો અને તેને પૂછ્યું કે તેને કોણ ભંડોળ પૂરું પાડી રહ્યું છે અને ખોરાક વિતરણ માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. જુનૈદ મલિકે આરોપ લગાવ્યો છે કે ગાઝિયાબાદ પોલીસે તેના પિતાની અટકાયત કરી અને તેના ઘરે દરોડા પાડ્યા હતા. અરજી અનુસાર, પોલીસ મેરઠમાં તેની પરિણીત બહેનના ઘરે પણ ગઈ હતી, જ્યાં તેઓ કથિત રીતે તેના સસરા અને સાળાને પોતાની સાથે લઈ ગયા હતા.
જુનૈદ મલિકે શુ કરી અપીલ ?
પરિવારના બધા સભ્યોને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. મલિકનો આરોપ છે કે દરોડા દરમિયાન ઘરના સામાનને પણ નુકસાન થયું હતું. અરજીમાં જણાવાયું છે કે સમગ્ર પોલીસ કાર્યવાહી કોઈપણ લેખિત દસ્તાવેજ, સૂચના અથવા યોગ્ય પ્રક્રિયા વિના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં, મલિકે માંગ કરી છે કે પોલીસને તેના પરિવાર સામે વધુ કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવાથી રોકવામાં આવે, અને જો કોઈ તપાસ કરવામાં આવે તો તે કાયદા અનુસાર અને નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને કડક રીતે કરવામાં આવે.
આ પણ વાંચોઃ આ રાજ્યમાં મળે છે સૌથી વધુ સરકારી રજાઓ, દિલ્હીમાં સૌથી ઓછી રજા
