CJPના નેતા અભિજીત દીપકે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ શબ્દોમાં પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન કોઈપણ ભોગે ચાલુ જ રહેશે.

સરકાર પણ એક્શન મોડમાં 

આંદોલનને ડામવા અને મામલો થાળે પાડવા માટે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા વાટાઘાટોના પ્રસ્તાવો મોકલવામાં આવી રહ્યા છે અને દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે CJPના પ્રતિનિધિઓ સાથે સરકારી પ્રતિનિધિમંડળની બેઠક યોજાવાની છે, જેમાં લેખિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે, વિપક્ષ અને આંદોલનકારીઓ પોતાની જીદ પર અડગ છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ પ્રધાનને હટાવવા, દોષિતો સામે કડક કાર્યવાહી કરવી અને વડાપ્રધાન દ્વારા માફી માંગવાનો સમાવેશ થાય છે, અને જ્યાં સુધી આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં થાય.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર પણ સતર્ક 

બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) દ્વારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો ટાંકીને જંતર-મંતર કે તેની આસપાસના વિરોધ પ્રદર્શનોમાં ભાગ ન લેવા અને સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન કરવા અપીલ કરાઈ છે, અન્યથા કડક શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

નીટ મુદ્દે વાતાવરણ ગરમાયું

આ ગતિસશીલ ઘટનાક્રમ વચ્ચે ન્યાયતંત્ર પણ સક્રિય થયું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)ને NEET-UG પેપર લીક કાંડ બાદ પરીક્ષા પ્રણાલીમાં સુધારાઓ લાગુ કરવા માટે લેવાયેલા પગલાં અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર કામચલાઉ (એડ-હોક) પગલાં લેવાને બદલે કાયમી અને મજબૂત સંસ્થાકીય સુધારાઓ લાવવા અનિવાર્ય છે. હાલમાં દેશભરમાં આ મુદ્દે રાજકીય અને સામાજિક વાતાવરણ અત્યંત ગરમાગરમ બનેલું છે.

આ પણ વાંચોઃ US Iran: મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધના ભણકારા, Trump એ ઇરાનને આપી સૌથી ખતરનાક હુમલાની ચેતવણી