કોકરોચ જનતા પાર્ટીના વડા અભિજીત દિપકેએ સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. આજે તેમની ભૂખ હડતાળનો 25મો દિવસ છે. આ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે આટલા બધા દિવસોથી ભોજનનો ત્યાગ કરવો એ ખરેખર જોખમી છે. દિપકેએ ભૂખ હડતાળ પાછી ખેંચી લેવા અપીલ કરી છે સાથે જ સ્પષ્ટતા કરી છે કે ભૂખ હડતાળ સમેટી લેશે તો પણ કોઇપણ સંજોગોમાં વિરોધ તો બંધ કરવામાં આવશે જ નહીં.
અભિજીત દિપકેએ ઉપવાસ તોડવા કરી અપીલ
દિપકેએ જણાવ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત છીએ. અમે ઇચ્છતા નથી કે તેમને કોઈ નુકસાન થાય. આ કારણે તેમણે તેમને ભૂખ હડતાળ પાછી ખેંચવાની વિનંતી કરી છે. જોકે, દિપકેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભૂખ હડતાળ પાછી ખેંચી લેવામાં આવે તો પણ વિરોધ ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ કે તેમના સમર્થકો પાછા નહીં હટે.
અમારો વિરોધ શાંતિપૂર્ણ રહેશે- અભિજીત
દિપકેએ ખાતરી પણ આપી હતી કે વિરોધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે આગળ વધશે. તેમણે તેમના તમામ સમર્થકોને શાંતિ જાળવવા અને પ્રદર્શન દરમિયાન કોઈપણ એવી ક્રિયાઓથી દૂર રહેવા વિનંતી કરી જે વિરોધ અથવા રાષ્ટ્રની છબીને કલંકિત કરી શકે.
https://www.instagram.com/reel/DbFoHEKNBKk/?utm_source=ig_embed&ig_rid=Ary0r-TRULTUPQkdNcz0uTi
વિરોધ તો અમારો ચાલુ જ રહેશે- અભિજીત
તેમણે જણાવ્યું હતું કે જે વ્યક્તિઓ ગેરવર્તણૂક કરે છે અથવા અયોગ્ય સૂત્રોચ્ચાર કરે છે તેમનો આ વિરોધ સાથે કોઈ સંબંધ નથી. આવા લોકો ક્યારેય આ આંદોલનનો ભાગ રહ્યા નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં. પોતાનું નિવેદન સમાપન કરતાં અભિજીત દિપકકેએ ખાતરી આપી હતી કે આ વિરોધ મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા બતાવેલા માર્ગ પર જ કરવામાં આવશે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે આ આંદોલન સંપૂર્ણપણે અહિંસક અને શાંતિપૂર્ણ રહેશે, અને તેમનો પક્ષ આ રીતે પોતાની માંગણીઓ ઉઠાવતો રહેશે.