શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોકરોચ જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. CJPના સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરવામાં આવી છે, જેમા લખ્યું છે કે લોકતંત્રની જીત થઈ. આ સિવાય અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. 

https://twitter.com/CJP_for_India/status/2080945952144371835


શિક્ષણ મંત્રીએ પીએમ મોદીને રાજીનામું મોકલ્યું

નોંધનીય છે કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, "મેં મારું રાજીનામું પ્રધાનમંત્રીને એટલા માટે મોકલ્યું છે કે રાષ્ટ્રવિરોધી તત્વો જંતર-મંતર અને દેશભરમાં પરિસ્થિતિનો લાભ ન ​​લઈ શકે, જેથી રાષ્ટ્ર એક રહે, ભારતીય વિદ્યાર્થીઓને કાનૂની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તેઓ તેમના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે."

ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામુ પીએમ મોદીને સોંપ્યુ છે. "પહેલા દિવસથી જ મેં આની જવાબદારી લીધી. મેં આ પરિસ્થિતિથી ક્યારેય પીછેહઠ કરી નથી. હું કોઈપણ મેરીટરી વિદ્યાર્થીની સંભાવનાઓને પરીક્ષા માફિયાઓ દ્વારા જોખમમાં ન મૂકવા દેવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. અમે કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરીએ."


આ પણ વાંચો: Weather Update: દિલ્હી-NCRમાં ઝરમર વરસાદ, UP-બિહાર સહિત 15 રાજ્યમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ