દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર અજાણ્યા શખ્શે હુમલો કર્યો છે, મુખ્યમંત્રી જ્યારે જનતા સમસ્યા સાંભળી રહ્યા હતા તે સમયે તેની પર એક શખ્સે હુમલો કર્યો, રિપોર્ટસ પ્રમાણે, આ હુમલાવર એક ફરિયાદપત્ર લઇને સીએમ આવાસ પહોંચ્યો હતો. તેણે તે પત્ર પહેલા હવામાં લહેરાવ્યો અને ત્યાર બાદ બૂમો પાડતો પાડતો સીએમ તરફ આગળ વધ્યો. કોઇ કઇ સમજે તે પહેલાંજ તેણે સીએમ રેખા ગુપ્તાને લાફો ઝીંકી દીધો. આ સમય દરમિયાન તેણે સીએમ રેખા ગુપ્તાનો હાથ પકડીને હુમલો કરવાની કોશિશ કરી. હુમલાખોરનું નામ રાજેશ ખિમચી સકરિયા બતાવવામાં આવી રહ્યુ છે.

રાજકોટથી દિલ્હીથી આવ્યો હતો હુમલા ખોર
રિપોર્ટસ પ્રમાણે સીએમ પર હુમલો કરનાર શખ્સ રાજકોટથી દિલ્હી આવ્યો હતો તેનું નામ રાજેશ ખિમચી સકરિયા છે. હુમલાખોરની ઉંમર લગભગ 40 વર્ષની બતાવવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછમાં વધુ મોટી જાણકારી સામે આવી શકે છે. જાણકારી પ્રમાણે હુમલા દરમિયાન રેખા ગુપ્તાનો હાથ પકડવાની કોશિશ કરવાામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે સીએમના માથાના ભાગે ઇજા પહોંચી છે.

તેમના નિવાસ સ્થાને
મળતી માહિતી પ્રમાણે દિલ્હીના મંત્રી પરવેશ સાહિબ સિંહ અને મુખ્ય સચિવ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને પહોંચ્યા. આજે સવારે જનતા સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે તેને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.હાલ એટલી માહિતી સામે આવી છે કે તે વ્યક્તિ રાજકોટથી દિલ્હી આવ્યો હતો અને આશરે 40 વર્ષની ઉંમરનો છે.


સીએમ પર હુમલાની નિંદા
સીએમ રેખા પર હુમલાની વિપક્ષ દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. હુમલાને લઇને દિલ્હીના પૂર્વ આતિશીએ પણ તેને લઇને ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે, દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થવો ખૂબજ નિંદનીય બાબત છે. લોકતંત્રમાં અસહમતિ અને વિરોધ કરવો જોઇએ. પરંતુ હિંસા ન છોડી જોઇવે...
  • Follow us on: