આઝમગઢ પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટના મુખ્ય આરોપી જમાલુદીન ઉર્ફે ધાંગુર બાબા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તમે હમણા જ જોયું હશે કે કેવી રીતે બલરામપુરમાં સમાજ વિરોધી, રાષ્ટ્ર વિરોધી કાર્યોમાં જોડાયેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તમે જોયું હશે કે એક જલ્લાદની અમે ધરપકડ કરી છે, જે હિન્દુ બહેન-દિકરીઓની ઈજ્જતનો સોદો કરતો હતો.
સીએમ યોગીએ ધર્માંતરણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હવે આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે સમાજને તૂટવા દેશું નહીં. રાષ્ટ્ર વિરોધી, સમાજ વિરોધી તત્વોને નાબૂદ કરીને રહેશું. કાયદા દ્વારા તેમને કડક સજા આપવામાં આવશે.
સીએમ યોગી વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આઝમગઢ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમે ઘરતી માતાના સ્વાસ્થ્યની રક્ષા કરશું અમે મા ની યાદોને જીવંત રાખશું. આ વૃક્ષારોપણ અભિયાન તેનું જ પરિણામ છે.
તમને જણાવી દઈએ કે ધર્માંતરણનું રેકેટ ચલાવવાવાળો જમાલુદીન ઉર્ફે છાંગુર બાબાની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ તાબડતોબ એક્શન લેવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા બલરામપુરમાં આવેલા તેના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ચાલ્યુ અને હવે ED તેના પર કાર્યવાહી કરશે.
આઝમગઠમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે યુપીમાં વન માફિયા, ખનીજ માફિયાઓ દ્વારા અવ્યવસ્થા ફેલાવવામાં આવી હતી. કોઈ વિકાસ થયો નહીં, કોઈ વન આવરણ નહોતું. 8 વર્ષ પહેલાં અમે જે અભિયાન શરૂ કર્યું હતું તેના કારણે 204 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 8 વર્ષમાં 204 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પાછલી સરકારે આઝમગઢ માટે ઓળખનું સંકટ ઊભું કર્યું હતું. આજે, જ્યારે આઝમગઢનો કોઈ યુવાન ક્યાંય જાય છે, ત્યારે જોનારાઓની આંખો ચમકી ઉઠે છે.