દિલ્હીમાં જંતરમંતર પર CJPએ કરેલા આંદોલન સહિત અન્ય 4 રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવામાં આવી છે. કુલ 129 એફઆઇઆર રદ કરવામાં આવી છે.  સરકારે એફઆઇઆર રદ કરવાનું વચન આપ્યુ હતું તે પાળ્યુ છે. 

સુપ્રીમ કોર્ટે રદ કરી FIR 


મંગળવારે સરકારે સુપ્રીમ કોર્ટને કલમ 142 લાગુ કરીને એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી હતી, જે અરજી કોર્ટે સ્વીકારી હતી.  ચુકાદો આપતી વખતે, ન્યાયાધીશ સૂર્યકાન્તે ટિપ્પણી કરી હતી કે આ એફઆઈઆર હવે ભૂતકાળની વાત છે અને તેના પર કોઈ કાર્યવાહી કરી શકાતી નથી. મહત્વનું છે કે  કલમ 142નો ઉપયોગ કરીને, સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ આદેશો પસાર કરી શકે છે જેને અન્ય કોઈપણ કોર્ટમાં પડકારી શકાતી નથી.

FIR કેમ પાછી ખેંચી લેવામાં આવી?

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 25 જુલાઈએ વચન આપ્યું હતું કે જો વિરોધ પ્રદર્શનો બંધ કરવામાં આવે તો કેસ પાછા ખેંચી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે તેમણે દિલ્હી માટે યાદી પહેલેથી જ સુપરત કરી દીધી છે. ત્યારબાદ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ અને પશ્ચિમ બંગાળે પણ કેસ પાછા ખેંચવા માટે અરજીઓ દાખલ કરી હતી, જે તેમના નિર્ણયને સમર્થન આપે છે. આ રાજ્યોમાં કુલ 129 FIR નોંધવામાં આવી હતી

ચુકાદો આપતી વખતે, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જો અન્ય રાજ્યોમાં પણ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો સંબંધિત કોઈ કેસ નોંધાયેલા હોય, તો તપાસ આગળ ન ચલાવવી જોઈએ.

દિલ્હી પોલીસ નવી FIR નોંધશે

સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે શારીરિક ઈજા અને મિલકતને નુકસાન પહોંચાડવા બદલ 2,873 વ્યક્તિઓ સામે નવી FIR નોંધવામાં આવી રહી છે. ચાર રાજ્યોએ સમાન વિનંતીઓ સબમિટ કરી છે. સુપ્રીમ કોર્ટે એસજીને પેરેગ્રાફ  5 વાંચવા કહ્યું, જે સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં 2,873 વ્યક્તિઓ સામે ચોક્કસ નવી એફઆઈઆર સિવાય કોઈ નવી એફઆઈઆર નહીં થાય. ઘણા વકીલોએ આનો વિરોધ કર્યો, દલીલ કરી કે તમામ 2,873 વ્યક્તિઓની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવી જોઈએ