જીવલેણ કોલ્ડ્રિફ કફ સિરપ મામલે મધ્ય પ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરતા શ્રીસન મેડિકલના માલિક રંગનાથનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી એ ઘટના બાદ થઇ છે. જેમાં કથિત રૂપે દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશના 20 બાળકોના મોત નીપજ્યા છે. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથનને આ મામલે પૂછપરછ કરવામાં આવશે.


ધરપકડમાં મદદ કરનાર વ્યક્તિઓને ઇનામની જાહેરાત

આ પહેલાં મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર મામલાને જોતા શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો પર ઇનામ જાહેર કર્યુ હતુ. પોલીસે આરોપીઓની ધરપકડમાં મદદ કરનાર વ્યક્તિઓને 20,000 રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ, કંપનીના ફરાર માલિકોની જલ્દી ધરપકડ સુનિશ્ચિત કરવાને લઇને એક વિશેષ એસઆઇટી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેનું પરિણામ રંગનાથનની કસ્ટડીના રૂપમાં સામે આવ્યુ છે.

મધ્ય પ્રદેશ સરકાર પર મોટો આરોપ

મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે કહ્યુ કે રાજ્યમાં 20 બાળકોના મોત ઝેરીલી કફ સિરપ પીવાના કારણે થયા છે જેના માટે તમિલનાડુ સરકારની ગંભીર લાપરવાહી જવાબદારી છે. તેમણે કહ્યુ કે આ તમિલનાડુ સરકારની જવાબદારી હતી કે રાજ્યથી બહાર મોકલનારી દવાઓની તપાસ કરે. મધ્ય પ્રદેશ સરકાર પણ રાજ્યમાં આવનારી દવાઓની રેન્ડમ તપાસ કરે છે. પરંતુ સંયોગથી આ સિરપનો તે નમૂનામાં સમાવેશ નહોતો.


  • Follow us on: