કફસિરપ કેસને લઈને હિમાચલ પ્રદેશ સરકારે કડક નિર્ણય લીધો છે. તમિલનાડુની કંપની દ્વારા બનાવવામાં આવતી Coldriff કફસિરપમાં Diethylene Glycolની વધારે માત્રાની પુષ્ટી મધ્યપ્રદેશના ટેસ્ટિંગમાં આવ્યા બાદ સમગ્ર હિમાચલ પ્રદેશમાં પણ Coldriff કફસિરપના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. હિમાચલ પ્રદેશમાં આ સિરપના પ્રિસ્ક્રિપ્શન લખવા અને વેચવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
તાત્કાલિક પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું
Nastro-DS નામની કફ સિરપ હિમાચલ પ્રદેશના બદ્દી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં Aquinova નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે. તે કંપનીને પણ તાત્કાલિક આ કફ સિરપના પ્રોડક્શન અને સેલને રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ સરકાર કે કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા Nastro-DS કફ સિરપમાં હાનિકારક પદાર્થ હોવાની પુષ્ટી હિમાચલ પ્રદેશ સરકારના ડ્રગ્સ વિભાગને મળી નથી. આ કારણે Nastro-DS કફ સિરપ પર હજુ કોઈ કડક કાર્યવાહી હિમાચલ પ્રદેશમાં કરવામાં આવી નથી. માત્ર તાત્કાલિક પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે. કંપનીએ પણ ફાઈનલ રિપોર્ટસ આવે ત્યાં સુધી કફ સિરપની સપ્લાયને રોકવાનો વિશ્વાસ હિમાચલ પ્રદેશ સરકારના ડ્રગ્સ વિભાગને આપ્યો છે.













