રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. રિટર્નિંગ ઓફિસરે આ નામાંકન રદ કરી નાંખ્યું છે. તેમની પર આરોપ છે કે, તેમણે ઉમેદવારી ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા મામલાની જાણકારી છુપાવી છે. 


ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો

રાજ્યસભાની ઉમેદવારી અંગે ભાજપે મીનાક્ષી નટરાજનના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના ફોર્મમાં માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો હતો. ભાજપે એવો આરોપ લગાવ્યો હતો કે, હૈદરાબાદની એક કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ ઉમેદવારી ફોર્મમાં જાહેર કર્યો નથી. કર્ણાટકના મીનાક્ષી નટરાજનને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેની નજીક માનવામાં આવે છે.

કોંગ્રેસ પાર્ટીના સાંસદે શું કહ્યું

આ દરમિયાન કોંગ્રેસ તરફથી સાંસદ વિવેક તંખાએ કહ્યું હતું કે, મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને ળઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી. માત્ર એક નોટીસ જાહેર કરાઈ છે. જેમાં સવાલ કરાયો છે કે, તેમના અને અન્ય લોકો સામે 10 કરોડ રૂપિયાના વળતરની કાર્યવાહી કેમ શરૂ ના થવી જોઈએ. મીનાક્ષી નટરાજનના વકીલે આ નોટીસનો જવાબ આપ્યો છે પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી. 

આ પણ વાંચોઃ CM યોગીની ચેતવણી,‘રામનો દ્રોહ કરનારાઓને ધરતી પર જગ્યા નથી,ભારત કોઈ ધર્મશાળા નથી’



  • Follow us on: