રાજસ્થાનની પંચાયત ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ગુરુવારે યોજાયેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદની ચૂંટણીનાં તમામ પરિણામો જાહેર થઈ ગયા છે.ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.37 જિલ્લા પરિષદોના ઉપપ્રમુખમાંથી કોંગ્રેસે 25 જિલ્લાઓમાં જીત મેળવી છે.જ્યારે ભાજપને માત્ર 8 જિલ્લાઓમાં સફળતા મળી છે.

ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને વધુ એક બેઠકનું નુકસાન 

બુધવારે જિલ્લા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં 37માંથી કોંગ્રેસે 24,ભાજપે 10, ભારત આદિવાસી પાર્ટી અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ એક-એક બેઠક પર જીત મેળવી હતી.ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે જીતેલી 8 બેઠકોમાંથી એક બેઠક પર મુકાબલો ટાઈ થયા બાદ લોટરી દ્વારા ભાજપને જીત મળી હતી.આ ઉપરાંત ભારત આદિવાસી પાર્ટીના 3 ઉમેદવારોએ જીત મેળવી હતી.સાંસદ હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ 1 બેઠક જીતી હતી.જિલ્લા પ્રમુખની ચૂંટણીની સરખામણીમાં ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને વધુ એક બેઠકનું નુકસાન થયું છે.

કોંગ્રેસના આ ઉમેદવારોએ જીત મેળવી

અલવરથી અર્જુન સિંહ, ધૌલપુરથી વીર સિંહ મીણા, દૌસાથી છોટૂરામ મીણા અને જેસલમેરથી હરીશ ધનદેવ કોંગ્રેસના ટિકિટ પર બિનહરીફ ઉપ જિલ્લા પ્રમુખ ચૂંટાયા હતા. જયપુરથી સુનીલ કુમાવત, જોધપુરથી ઓમપ્રકાશ બિશ્નોઈ, સીકરથી રમેશ બેર્વાલ અને બીકાનેરથી મદન ચૌહાણ કોંગ્રેસના ઉપ જિલ્લા પ્રમુખ બન્યા હતા.ભરતપુરથી રાજેશ સિંહ, ડીગથી નીલમ રાવત, રાજસમંદથી ઉદય સિંહ, કોટપુતલી-બહેરોડથી રમા ગુર્જર અને ચિત્તોડગઢથી રામેશ્વરલાલ ધાકડે પણ કોંગ્રેસના ટિકિટ પર જીત મેળવી હતી.આ ઉપરાંત ભીલવાડાથી સુનીતા કૌશિક, બાડમેરથી પ્રેમ કંવર, સવાઈ માધોપુરથી મુકેશ શર્મા, ફલોદીથી વિમલા, જાલોરથી મમતા બિશ્નોઈ અને ટોંકથી આશારામ ધાકડ કોંગ્રેસના ઉપ જિલ્લા પ્રમુખ બન્યા હતા. ચુરુથી છોટુલાલ મેઘવાલ, બુંદીથી ઉચ્છબલાલ ધાકડ, ડીડવાના-કુચામનથી હિતેશ્વર કુમાર, હનુમાનગઢથી રામકુમાર, ઝુનઝુનુથી આશુતોષ મીણા અને સિરોહીથી લખમારામે પણ કોંગ્રેસને જીત અપાવી હતી.

ભાજપના આ ઉમેદવારોએ જીત નોંધાવી

ભારતીય જનતા પાર્ટી તરફથી ઉદયપુરમાં દલીચંદ ડાંગી, અજમેરમાં સુનીતા લાંબા, બ્યાવરમાં ટીકમ સિંહ, ખૈરથલ-તિજારામાં અંજુ, પાલીમાં હેમંત ગાદાણા, ઝાલાવાડમાં ખુશવંત નગર અને બાંસવાડામાં પ્રિયંકા કુંવરે જીત મેળવી હતી.બાલોતરા જિલ્લા પરિષદમાં મુકાબલો બરાબરીનો થયા બાદ લોટરી દ્વારા ભાજપના જસારામ ઉપ જિલ્લા પ્રમુખ ચૂંટાયા હતા.પ્રતાપગઢથી રમેશચંદ્ર મીણા, સલૂમ્બરથી સુરેશકુમાર સોનુ અને ડુંગરપુરથી મંજુલા રોત ભારત આદિવાસી પાર્ટી (BAP)ના ટિકિટ પર ઉપ જિલ્લા પ્રમુખ ચૂંટાયા હતા.નાગોર જિલ્લા પરિષદમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના અંજુ ચૌધરીએ જીત નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Constitution Day 2026: કેટલાક લોકો બંધારણને લહેરાવે છે..ખિસ્સામાં મૂકે છે..સંવિધાન દિવસ પર બોલ્યા અમિત શાહ