30 જાન્યુઆરી 2026ના દિવસે જ્યારે સવારે અચાનક દેશ-દુનિયાની સાયબર દુનિયામાં હલચલ મચી ગઈ, ત્યારે ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ એક મોટા અને સુનિયોજિત અભિયાનને અંઝામ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું 'Operation CyStrike'. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય હતો, તે આંતરરાષ્ટ્રીય સાયબર ઠગની ગેંગને તોડવાનો, જે ભારતમાં બેસીને ઘણા દેશના લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા.


CBIએ અન્ય વિદેશી એજન્સીઓની લીધી મદદ

આ કાર્યવાહી માત્ર ભારત સુધી સીમિત નહતી પણ તેમાં ઘણા દેશની એજન્સીઓ સામેલ હતી. આ ઓપરેશનની સૌથી મોટી ખાસિયત તેનું આંતરરાષ્ટ્રીય તાલમેલ હતું. CBIએ અમેરિકાની FBI, યૂનાઈટેડ કિંગડમ, કુવૈત, આયરલેન્ડ અને સિંગાપુરની એજન્સીઓની સાથે મળીને આ કાર્યવાહી કરી. ઈન્ટરપોલની મદદથી સૂચનાઓનું આદાન-પ્રદાન થયું અને ઠગબાજોના નેટવર્કને ટ્રેક કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સાયબર ગુનાની વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી સંગઠિત બહુરાષ્ટ્રીય કાર્યવાહીમાંથી એક છે.

35 જગ્યાઓ પર એક સાથે રેડ કરવામાં આવી

'Operation CyStrike' હેઠળ એક જ દિવસમાં દેશભરમાં 35 જગ્યાઓ પર એક સાથે રેડ કરવામાં આવી. જેમાં દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સુધી CBIની ટીમ પહોંચી. દરેક જગ્યાએથી ડિજિટલ પુરાવા એકત્ર કર્યા અને શંકાસ્પદ લોકો સાથે પુછપરછ કરવામાં આવી. અચાનક થયેલી આ કાર્યવાહીથી સાયબર ઠગોમાં અફરા-તફરી મચી ગઈ છે.

ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે

CBIએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી હજુ ખતમ થઈ નથી, જપ્ત કરેલા ડિજિટલ પુરાવાની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. એજન્સીએ આંતરરાષ્ટ્રીય સાયબર-ફાઈનાન્શિયલ ફ્રોડ ગેંગ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. Operation CyStrikeએ એ સંદેશ આપ્યો છે કે સાયબર ગુનેગારો હવે કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી. 

આ પણ વાંચો : Air Indiaના બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં સર્જાઈ ખામી, લંડનથી બેંગલુરૂ આવી રહ્યું હતું વિમાન


  • Follow us on: