છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થોની તસ્કરીની વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહીંથી લગભગ 6 કરોડ રૂપિયાની કિંમતનો 1200 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ટ્રક સવાર 3 આરોપીઓની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આ ખેપ ઓડિશાથી રાજસ્થાન લઈ જવામાં આવી રહી હતી.
ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી
પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી એક ગુપ્ત ઈનપુટના આધાર પર કરવામાં આવી છે. રવિવાર અને સોમવારની રાત દરમિયાન બલરામપુર જિલ્લામાં ઉત્તરપ્રદેશની સરહદ પાસે ધનવાર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી. તપાસ કરવા પર ટ્રકમાં નારિયેળના છોતરાની વચ્ચે છુપાવીને ગાંજાના કટ્ટા લઈ જવામાં આવી રહ્યા હતા, તેને જપ્ત કરવામાં આવ્યા હતા. બલરામપુર પોલીસે જણાવ્યું કે ટ્રકમાંથી કૂલ 40 કટ્ટા ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જેનું કૂલ વજન 1198.460 કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજે કિંમત લગભગ 6 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું કે પ્રતિબંધિત માદક પદાર્થ ઓડિશાથી લોડ કરવામાં આવ્યો હતો.













