કોર્ટે 55,000નો દંડ પણ ફટકાર્યો હતો. દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. જ્યાં તે પહેલાથી જ બીજા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

2004માં ચાર્જશીટ દાખલ કરાઇ 

તપાસ પૂર્ણ કર્યા પછી, સીબીઆઈએ 22 જાન્યુઆરી 2004ના રોજ છોટા રાજન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી ટ્રાયલ પછી, ચેન્નાઈની સીબીઆઈ કોર્ટે હવે તેને દોષિત ઠેરવ્યો છે અને સાત વર્ષની જેલ અને 55 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.

https://twitter.com/ANI/status/2082806420131770425

બોગસ પાસપોર્ટનો મામલો  

સીબીઆઈ તપાસમાં એ પણ બહાર આવ્યું કે "વિજય કદમ" નામથી પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિ ખરેખર રાજેન્દ્ર ઉર્ફે નાના ઉર્ફે છોટા રાજન હતો, જે મુંબઈના રહેવાસી સદાશિવનો પુત્ર હતો. તેણે ખોટી ઓળખ બનાવી અને પાસપોર્ટ મેળવવા માટે પોતાની ઉંમર અને સરનામા સાથે સંબંધિત નકલી દસ્તાવેજો રજૂ કર્યા, તેમને અસલી હોવાનો દાવો કર્યો હતો. 

શું હતો મામલો ?

સીબીઆઈએ 19 માર્ચ, 2002 ના રોજ આ કેસ નોંધ્યો હતો. તપાસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે છોટા રાજને ચેન્નાઈની પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ સાથે છેતરપિંડી કરી હતી અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ કાળા સમુદ્રમાં ભારતીય નાવિકોના મોત પર યુક્રેને બફાટ કરતા ભડક્યા ભારતીયો