દેશભરમાં ચકચાર જગાવનારા ગ્રેટર નોઇડાના નિક્કી ભાટી હત્યા કેસમાં પોલીસે આરોપીની સાસુ દયાની ધરપકડ કરી હતી. નિક્કીના પરિવારનો આરોપ છે કે તેના સાસરિયાઓએ તેમની પુત્રીને જીવતી સળગાવી દીધી હતી, જેમાં મૃતકની સાસુ પણ શામેલ છે.


એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી

ઉલ્લેખનિય છે કે આ કેસમાં નિક્કીના પતિ વિપિન ભાટીની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે, પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી હતી

પોલીસનું હથિયાર છીનવીને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ

વિપિન ભાટી પોલીસનું હથિયાર છીનવીને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન, ગ્રેટર નોઇડાના સિરસા ચાર રસ્તા પાસે એક એન્કાઉન્ટર થયું, જેમાં વિપિન ભાટીના પગમાં ગોળી વાગી હતી. પરિવારનો આરોપ છે કે નિક્કીને તેના પતિ અને સાસરિયાઓએ જાણી જોઈને સળગાવી દીધી હતી.

અન્ય આરોપીઓને પકડવા માટે બે ટીમો બનાવવામાં આવી

મૃતકની બહેનની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી પતિ વિપિન ભાટીની ધરપકડ કરી. ઉપરાંત, અન્ય આરોપીઓને પકડવા માટે બે ટીમો બનાવવામાં આવી હતી. હવે આ કેસમાં વિપિન ભાટીની માતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

  • Follow us on: