દિલ્હીના લાલ કિલ્લાની પાસે થયેલા ભીષણ બ્લાસ્ટની તપાસમાં મોટા ખુલાસા થયા છે. તપાસ એજન્સીઓએ આ હુમલા માટે લોજિસ્ટિકલ મદદ અને ફંડિંગ આપવાના આરોપી ડો.મુજફ્ફર રાથરને પકડવા માટે ઈન્ટરપોલ પાસે મદદ માગી છે. તેની વિરૂદ્ધ ઝડપી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી શકે છે. તેઓ વ્યવસાયે બાળરોગ ચિકિત્સક છે અને દક્ષિણ કાશ્મીરના રહેવાસી છે.


દિલ્હી હુમલાના ષડયંત્રને અંઝામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી

ડોક્ટર મુજફ્ફર રાથરને NIA કોર્ટ ભાગેડુ આરોપી જાહેર કરી ચૂકી છે. NIAની તપાસમાં સામે આવ્યું છે કે તેને અફઘાનિસ્તાનથી દિલ્હી હુમલાના ષડયંત્રને અંઝામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે લોજિસ્ટિક્સ, ફંડિંગ, કોમ્યુનિકેશન અને પ્લાનિંગથી લઈને આતંકીઓની વચ્ચે સમન્વય સુધીમાં સક્રિય હતો.આત્મઘાતી હુમલો કરનારો ડો.ઉમર ઉન નબીના સીધા સંપર્કમાં હતો. એટલું જ નહીં તેને સતત નિર્દેશ આપી રહ્યો હતો. ઉમર નબીએ અફઘાનિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને મુઝફ્ફર રાથરના સમર્થનથી આત્મઘાતી હુમલો કર્યો. આ નેટવર્કે માત્ર ફંડિંગ આપી પણ એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન દ્વારા બોમ્બ બનાવવા અને ઓપરેશનલ રણનીતિ સાથે જોડાયેલી જાણકારીઓ પણ આપી હતી. મુઝફ્ફર રાથર ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ થઈને અફઘાનિસ્તાન ગયો.

આતંકીઓની પુછપરછમાં શું જાણકારી મળી?

તપાસ અધિકારીઓને શંકા છે કે તે ત્યાં સુરક્ષિત ઠેકાણે છુપાયેલો છે અને વિદેશથી જ આતંકી ગતિવિધિઓને અંઝામ આપી રહ્યો છે. પકડવામાં આવેલા આતંકીઓની પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે તેને ટેરર મોડ્યૂલ માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરવાની હતી. લગભગ 6 લાખ રૂપિયાનું યોગદાન આતંકી ફાઈનાન્શિયલ પૂલમાં આપ્યું. વર્ષ 2021માં તે ડો.મુજમ્મિલ અહમદ ગનઈ અને ઉમરની સાથે તુર્કી પણ ગયો હતો. ત્યાંથી તે બીજા હેન્ડલર્સ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પણ તે સમયે તે અફઘાનિસ્તાન ના પહોંચી શક્યા પણ તપાસ એજન્સીઓનું માનવું છે કે તે યાત્રા તેમના કટ્ટરપંથી બનવા અને નેટવર્ક તૈયાર કરવાની પ્રક્રિયાનો ભાગ હતો. ત્યારબાદ ફરીદાબાદના અલ ફલાહ યૂનિવર્સિટીના આરોપીઓએ ભારે માત્રામાં કેમિકલ જમા કર્યું, જેમાં અમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર સામેલ હતું.

સીસીટીવી ફૂટેજ દ્વારા સ્થાનિક આરોપીઓની ધરપકડ થઈ

આ ષડયંત્ર ત્યારે નિષ્ફળ થયું, જ્યારે શ્રીનગર પોલીસે બાનપોરા, નૌગામ વિસ્તારમાં જૈશના પોસ્ટર લગાવવાના કેસ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજ દ્વારા સ્થાનિક આરોપીઓની ધરપકડ થઈ અને ત્યારબાદ ફરી સમગ્ર આંતરરાજ્ય આતંકી નેટવર્ક સામે આવી ગયું. તપાસ દરમિયાન હરિયાણા અને ફરીદાબાદ સ્થિત અલ ફલાહ યૂનિવર્સિટી સુધીના તાર જોડયા, જ્યાંથી ગનઈ અને શાહીન સઈદની ધરપકડ કરવામાં આવી.

ત્યાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી. તે સમયે તાત્કાલિક કાર્યવાહી ના થઈ તો નુકસાન મોટું થઈ શક્તું હતું. જો કે પોલીસની સક્રિયતાને જોઈને ઉમર નબી ડરી ગયો, તે વિસ્ફોટકથી ભરેલી કારને લઈને ફરીદાબાદથઈ દિલ્હી પહોંચી ગયો. ત્યારબાદ લાલ કિલ્લાની પાસે બ્લાસ્ટ કરી દીધો. ઈન્ટરપોલ દ્વારા રાથરને ભારત લાવવાની તૈયારી આ કેસમાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.  

આ પણ વાંચો : Padma Awards 2026 : આ વર્ષે આ નાયકોનું સન્માન કરવામાં આવશે, જુઓ સંપૂર્ણ યાદી


  • Follow us on: