મૃતક શુભાંગીની નાની બહેન બપોરે 3:30 વાગ્યે કામ પરથી પાછી ફરતી વખતે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
હત્યા અને આત્મહત્યાનો કેસ
ઉત્તર દિલ્હીના બુરાડી વિસ્તારમાં હત્યા અને આત્મહત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. કમાલપુર વિસ્તારમાં ઘરમાંથી એક દંપતીના લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા હતા. યુવકનું નામ નિખિલ છે અને યુવતીનું નામ શુભાંગી છે. નિખિલે પહેલા તેની પ્રેમિકાને ગોળી મારી અને પછી આત્મહત્યા કરી હતી. બંને છેલ્લા એક મહિનાથી કમાલપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. શુભાંગી ઉત્તર પ્રદેશની રહેવાસી હતી અને નિખિલ હરિયાણાનો રહેવાસી હતો. બેરોજગાર નિખિલે આ ગુનો કેમ કર્યો તે એક મુખ્ય પ્રશ્ન છે.
પોલીસ તપાસ શરુ
જ્યારે શુભાંગીની નાની બહેન બપોરે ૩ વાગ્યાની આસપાસ કામ પરથી ઘરે પાછી આવી, ત્યારે તે બંનેના મૃતદેહ ફ્લોર પર પડેલા જોઈને ચોંકી ગઈ હતી. અને ચારે બાજુ લોહીના છાંટા પડ્યા હતા. પોલીસ ગુનાના સ્થળે સંપૂર્ણ તપાસ કરી રહી છે. રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.
મૃતકોના પરિવારની જોવાઇ રહી છે રાહ
નિખિલે તેના મૃત્યુ પહેલા તેના પરિવારને કેટલાક સંદેશા મોકલ્યા હતા. પોલીસ હવે બંનેના પરિવારજનો દિલ્હી આવે તેની રાહ જોઈ રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હિંદ મહાસાગરમાં ગુંડાગીરી કરનારાઓ માટે કડક સંદેશ, જાણો અજિત ડોભાલે શુ કહ્યુ?
