દિલ્હી પોલીસે નશાના કારોબારી પર મોટી કાર્યવાહી કરતા ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં ડ્રગ્સ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ગાડીમાંથી લગભગ 400 ગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરીને બે ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી છે. જપ્ત કરેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી રહી છે.


ગાડીમાંથી ગેરકાયદેસર ખેપ લઈને જઈ રહ્યા હતા

પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જસવંત સિંહ ઉર્ફ લલ્લુ અને અશોક કુમાર તરીકે થઈ છે. બંને સુલ્તાનપુરી વિસ્તારના રહેવાસી છે. શુક્રવારે પોલીસે તેમને તે સમયે દબોચ્યા, જ્યારે તે ગાડીમાંથી ગેરકાયદેસર ખેપ લઈને જઈ રહ્યા હતા. પોલીસની ટીમે રોહિણીના નાહરપુર બસ સ્ટેન્ડની પાસે જાળ ફેલાવી હતી. સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ SUV ગાડી આવતી જોવા મળી, જેને રોકીને તપાસ કરવામાં આવી અને પુછપરછ દરમિયાન બંને આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા રહ્યા. શંકા થવા પર જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી તો સ્ટીયરિંગ વ્હીલની નીચે બનાવેલી જગ્યામાંથી 383 ગ્રામ સ્મેક અને હેરોઈનનું પેકેટ જપ્ત થયું.

SUV કારને પણ જપ્ત કરી લેવામાં આવી

ત્યારબાદ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી. ડ્રગ્સ લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવેલી SUVને પણ જપ્ત કરી લેવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે જસવંત સિંહે ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અગાઉ પણ ડ્રગ્સ તસ્કરીમાં સામેલ રહી ચૂક્યો છે.

જસવંત સિંહને વર્ષ 2021માં સુલ્તાનપુરી સ્ટેશનમાં દાખલ NDPS એક્ટ હેઠળ એક કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ત્યારે નવમાં ધોરણ સુધી ભણેલા અશોક કુમારનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ તસ્કરી નેટવર્કથી જોડાયેલા અન્ય લોકોની ઓળખ માટે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

 આ પણ વાંચો: BMC Election : ભાજપના દબદબા વચ્ચે શિંદેનું 'હોટલ પોલિટિક્સ', શું છે તેની પાછળનું કારણ?


  • Follow us on: