મિઝોરમની રાજધાની ઐઝોલમાંથી પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યુ છે. પોલીસે 350 કરોડ રૂપિયાના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતા ડ્રગ્સ નેટવર્ક સામે આ સૌથી મોટી કાર્યવાહી છે.
ટ્રકની તલાશી દરમિયાન ઝડપાયુ ડ્રગ્સ
મિઝોરમની રાજધાની ઐઝોલમાં ડ્રગ્સની સૌથી મોટી જપ્તી કરવામાં આવી છે. પોલીસે 350 કરોડ રૂપિયાના ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતા ડ્રગ્સ નેટવર્ક સામે આ કાર્યવાહીને મોટો ફટકો માનવામાં આવે છે. ગુપ્ત માહિતીના આધારે, પોલીસે 1 ઓગસ્ટના રોજ રાજધાની ઐઝોલ નજીક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી ગુનાહિત તપાસ વિભાગ અને આઈઝોલમાં સ્થિત સ્પેશિયલ નાર્કોટિક્સ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, ગેમાબોક અને સેલિંગ વિસ્તારો વચ્ચેથી પસાર થતી એક પિકઅપ ટ્રકને રોકવામાં આવી હતી. તે ટ્રકમાં મિથુન નામનો વ્યક્તિ સવાર હતો. ટ્રકની તલાશી દરમિયાન, પોલીસને છુપાયેલા ડબ્બામાંથી 20.304 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન મળી આવ્યું હતુ.
આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત
20.304 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 300 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, 128 સાબુના બોક્સમાં છુપાવેલું 1.652 કિલો હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેની કિંમત 49.56 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રક ડ્રાઈવરની ઓળખ બી લલ્થાઝુઆલાના નામે કરવામાં આવી છે. જે આઈઝોલના રિપબ્લિક મુઆલ વેંગ વિસ્તારનો રહેવાસી છે. આરોપીની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.