રાત્રે 12 વાગ્યાની આસપાસ વેપારીના ઘરે ફાયરિંગ કરાયુ હતુ. આ ઘટના માટે લોરેન્સ બિશ્નોઇ ગેંગ પર આરોપ લગાવાયો છે.

વેપારી પાસેથી ખંડણી મંગાઇ

દિલ્હીના પશ્ચિમ વિહાર બાદ વિનોદ નગરમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે વેપારી પાસેથી ખંડણી માંગી હતી. પરંતુ વેપારીએ નાણાં આપવાની ના પાડતા લોરેન્સ બિશ્નોઇ ગેંગના ગેંગસ્ટરોએ ઘર પર ફાયરિંગ કરી ધાક જમાવવાના પ્રયત્ન કર્યા હતા. પોલીસને માહિતી મળતા તેઓએ કેસની તપાસ શરુ કરી છે. અને વેપારીને સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. દિલ્હી પોલીસ આ ગેંગસ્ટર પર કડક એક્શન લેશે. અભિયાન શરુ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

પોલીસ એક્શન મોડમાં

આનન-ફાનનના લોકોએ પોલીસને માહિતી આપી હતી. અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને કેસની તપાસ શરુ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ છે. પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. વેપારીને પુરતી સુરક્ષા આપવામાં આવી છે. ઘરની બહાર AK-47થી સજ્જ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે. સાથે જ પોલીસની એક ટીમ ઘટના સ્થળની પાસે પેટ્રોલિંગ કરી રહી છે.

પોલીસ બેડામાં પણ એલર્ટ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીમાં બે વિવિધ સ્થળે લોરેન્સ બિશ્નોઇ ગેંગે ફાયરિંગ કરી હતી. પોલીસ બેડામાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. પ્રથમ ઘટના પશ્ચિમ વિહાર વિસ્તારમાં ઘટી હતી. અને બીજી ઘટના વિનોદ નગર વિસ્તારમાં જોવા મળી હતી. વેપારીના ઘર પર ફાયરિંગ કરાતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચોઃ કેનેડાના બ્રૈમ્પટનમાં ફાયરિંગ, Lawrence Bishnoi ગેંગે લીધી હુમલાની જવાબદારી