અસમની રાજધાની ગુવાહાટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીની હત્યા કરી તેનું માથું ફ્રિજમાં છુપાવવાના આરોપી રામાનુજ ગોસ્વામીનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું છે. પોલીસ તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી ત્યારે તેણે પોલીસ વાહનમાંથી કૂદકો માર્યો હતો.
પોલીસ વાહનમાંથી કૂદતાં ગંભીર ઈજા
પોલીસના જણાવ્યા મુજબ, સોમવારે રામાનુજ ગોસ્વામીને હાટીગાંવ પોલીસ સ્ટેશનથી ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. રસ્તામાં પોલીસ વાહનનું એક ટાયર પંચર થતાં તેને બદલવામાં આવ્યું હતું.
અચાનક વાહનમાંથી કૂદી ગયો
વાહન ફરી શરૂ થયા બાદ આરોપીએ એક કોન્સ્ટેબલને લાત મારી અને અચાનક વાહનમાંથી કૂદી ગયો. ત્યારબાદ તેણે ઢાળ પરથી નીચે જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. પોલીસ ટીમે તેને તાત્કાલિક કાબૂમાં લઈ હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
પત્નીનું કાપેલું માથું ફ્રિજમાંથી મળ્યું
રામાનુજ ગોસ્વામીએ ગયા અઠવાડિયે આત્મસમર્પણ કરીને પત્ની રિયા તાલુકદારની હત્યા કરવાની કબૂલાત કરી હોવાનો પોલીસનો દાવો છે. પોલીસે તેની ધરપકડ કરી હતી.
લગ્નેતર સંબંધના શંકાને કારણે હત્યા
આરોપીએ કથિત રીતે પત્નીના લગ્નેતર સંબંધના શંકાને કારણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન પત્નીનું કાપેલું માથું પોલિથીન બેગમાં ફ્રિજની અંદરથી મળી આવ્યું હતું. બંનેના લગ્નને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નહોતું.
કોન્સ્ટેબલને પણ ઈજા
પોલીસે જણાવ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં દર 24 કલાકે તબીબી તપાસ કરાવવાની હોય છે. અસ્વસ્થતાની ફરિયાદ બાદ તેને રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો. આ ઘટનામાં આરોપીની હથકડી પકડી રહેલા કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. આરોપીને સવારે 3:41 વાગ્યે મૃત હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’